શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ત્રણ હજારને પાર, કુલ 194નાં મોત
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 286 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે.
મુંબઈ: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 286 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે. જેમાં પૂણેમાં 4 અને મુંબઈમાં 3નાં મોત થયા છે.
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3202 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 194 લોકોના મોત થઈ ચૂક્યા છે. એકલા મુંબઈમાં કોરોનાના 2073 કેસ સામે આવ્યા છે અને 117 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 300 દર્દીઓ આ મહામારીથી બહાર આવ્યા છે.
દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 12 હજાર 700ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 1514 દર્દીઓ સાજા થઈ ગયા છે અને 10824 એક્ટિવ છે. જ્યારે મૃતકોની સંખ્યા 420 થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion