શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા સાડા 8 લાખની નજીક, છેલ્લા 24 કલાકમાં 28 હજારથી વધુ નવા કેસ

કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ભારત દુનિયામાં ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દિવસેને દિવસે પહેલા કરતા વધુ સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ પ્રતિદિન સૌથી વધુ કેસ ભારતમાં આવી રહ્યાં છે. આજે પહેલીવાર 24 કલાકમાં 28 હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખ 49 હજારને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 8 લાખ 49 હજાર 553 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 22, 674 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે પાંચ લાખ 34 હજારથી વધુ લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 હજાર 637 નવા કેસ સામે આવ્યા છે અને 551 મોત થયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ભારત દુનિયામાં ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. પરંતુ પ્રતિ 10 લાખ વસ્તી પર સંક્રમિતો અને મૃત્યુદરની વાત કરીએ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ વધુ સારી છે. ભારત કરતા વધુ કેસ અમેરિકા અને બ્રાઝીલમાં છે. આંકડા અનુસાર, દેશમાં હાલમાં 2 લાખ 92 હજાર 258 કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 99 હજારથી વધુ દર્દીની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેના બાદ તમિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમાં નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે ભારત દુનિયામાં ચોથા નંબરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Embed widget