શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Upadate: લોકડાઉનની વચ્ચે દિલ્હીમાં પોતાના વતન જવા માટે શ્રમિકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં
લોકડાઉનના ચોથા દિવસે એટલે શનિવારે સમગ્ર દેશમાં મજૂરો પોતપોતાના ઘર માટે પલાયન એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે. દિલ્હી-એનસીઆરની પરિસ્થિતિ સૌથી ખરાબ છે.
લોકડાઉનના ચોથા દિવસે એટલે શનિવારે સમગ્ર દેશમાં મજૂરો પોતપોતાના ઘર માટે પલાયન એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે. આનાથી લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કેટલાક મહત્વના પગલા ભર્યાં છે. દિલ્હી-એનસીઆરની પરિસ્થિતિ સૌથી ખરાબ છે. જ્યાં મજૂર, રિક્ષા ચાલક અને ફેક્ટ્રી કર્મચારીઓ પોતપોતાના વતન તરફ પરત ફરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં લોકો જોવા મળી રહ્યાં હતાં.
શનિવાર સાંજે દિલ્હીના આનંદ વિહાર આંતરરાજ્ય બસ સ્ટેશન પર વતન જવા માટે લોકોની મોટી ભીડ જમા થઈ ગઈ હતી જ્યાં કોઈ વ્યવસ્થા ન જોવા મળી. જોકે માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં પરંતુ દેશના બીજા પણ નાના મોટા શહેરોથી પણ લોકોનું પલાયન આ પ્રકારે જ ચાલી રહ્યું છે.
કેટલાક મજૂરોનું કહેવું છે કે, ખાવાનું મળી રહ્યું નથી, કામ નથી, મરી જઈશું અહીં. આ મજૂરોને કોરોનાથી સંક્રમિત થવાની કોઈ ચિંતા નથી. કોઈ બીજાને સંક્રમિત કરી દેશે તેનો અંદાજ પણ નહીં હોય. આમને ઘરે જવું છે અને એટલા માટે બસમાં ગમે તેમ ટકી જવાની ઉતાવળ છે.
આનંદ વિહાર બસ સ્ટેશન પર પણ મજૂરોનો એવો જ રેલો છે. ખીસ્સા ખાલી છે, પરિવારને પાલવાની ચિંતાએ ગતિ પકડી છે. જે મજૂર દિલ્હી શહેરને સુંદર બનાવવા માટે રાત-દિવસ મહેનત કરતા હતા, રંગકામ કરતા હતા, જે મિલોમાં કામ કરતા હતા તે બધા ચાલી નિકળ્યા છે, માથે સામાન, હાથમાં બાળકો લઇને.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion