શોધખોળ કરો

કોરોના વાયરસઃ WHOએ રમઝાનને લઈ જાહેર કરી ગાઈડલાઈન્સ, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

વિવિધ સંસ્થાઓ દ્વારા મુસલમાનોને ઈબાદત સમયે પણ ભીડભાડ ન કરવા વિનંતી કરી છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રમઝાનને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી દરમિયાન મુસ્લિમોની ધાર્મિક સંસ્થાએ રમઝાન મહિનાને લઈ ખાસ અપીલ કરી છે. વિવિધ સંસ્થાઓ દ્વારા મુસલમાનોને ઈબાદત સમયે પણ ભીડભાડ ન કરવા વિનંતી કરી છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રમઝાનને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેમાં રમઝાન દરમિયાન મહત્વની વાતોનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે.
1) જો રમઝાન માટે અનેક લોકોને એક જગ્યાએ એકત્ર થવાની મંજૂરી આપવામાં આવે તો કોવિડ-19ના ખતરાને ઘટાડવાનો પ્રબંધ હોવો જોઈએ. 2) રમઝાન દરમિયાન એકબીજાના અભિવાદન માટે માથા પર હાથ મૂકવો કે માથુ ઝુકાવવું જેવા વ્યવહારને પ્રોત્સાહન આપવું જોઈએ. 3) કોવિડ-19ના લક્ષણો ધરાવતાં વ્યક્તિઓ રમઝાન દરમિયાન બહાર ન નીકળે અને લોકોને ન મળે તેનું ધ્યાન રાખવું. 4) વડીલો અને ગંભીર બીમારીવાળા લોકોને રમઝાનમાં ઘરમાં જ રહેવા પર ભાર આપવામાં આવે. 5) જો કોઈ કારણ રમઝાન દરમિયાન નમાઝ માટે લોકો એકત્ર થાય તો વુઝૂ અને નમાઝના સમયે બે વ્યક્તિ વચ્ચે અંતર જળવાવવું જોઈએ. 6) જો મસ્જિદમાં લોકો એકત્ર થાય તો પણ એક-એક કરીને અંતર જાળવી અંદર આવવું જોઈએ. 7) સરકાર તરફથી રમઝાનમાં કોરોનાના ફેલાવાથી બચવાના તમામ ઉપાય સુનિશ્ચિત કરવા જોઈએ. 8) રમઝાનના સામાજિક અને ધાર્મિક સમારોહોના સંદર્ભમાં સૂચનાઓ સ્પષ્ટ હોવી જોઈએ. દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15707થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 507 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 12969 એક્ટિવ દર્દીઓ છે જ્યારે 2230 લોકો સ્વસ્થ થઈ ગયા છે. કયા રાજ્યમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ ? આંધ્રપ્રદેશ- 603, અંદમાન નિકોબાર-14, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-86, ચંદીગઢ-86, છત્તીસગઢ-36, દિલ્હી-1893, ગોવા-7, ગુજરાત- 1376, હરિયાણામાં-225, હિમાચલ પ્રદેશ -39, જમ્મુ કાશ્મીર-341, ઝારખંડ-34, કર્ણાટક- 384, કેરળ-400, લદાખ-18, મધ્યપ્રદેશ-1407, મહારાષ્ટ્ર- 3651, મણિપુર-2, મેઘાલય-11, મિઝોરમ-1, ઓડિશા-61, પોંડીચેરી-7, પંજાબ-202, રાજસ્થાન-1351, તમિલનાડુ-1372, તેલંગણા-809, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-42, ઉત્તર પ્રદેશ-969 અને પશ્ચિમ બંગાળ-310 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી

Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના

હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી

વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ

વિડિઓઝ

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર

નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ

ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં

મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો

Embed widget