કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે કઇ વેક્સિન કેટલા ટકા અસરકારક છે, જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
કોવેક્સિનના ત્રીજા ટ્રાયલનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વેક્સિન કોરોના સંક્રમણ સામે 78 ટકા અસરકારક છે. તેમજ કોવેક્સિન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે 62.5 ટકા અસકારક છે.
ભારત બાયોટેકે શનિવારે કોવેક્સિનના ત્રીજા ટ્રાયલનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વેક્સિન કોરોના સંક્રમણ સામે 78 ટકા અસરકારક છે. તેમજ કોવેક્સિન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે 62.5 ટકા અસકારક છે.
કોરોનાની સેકેન્ડ વેવની ગતિ ઓછી થઇ છે. જો કે તેના ઇત્તર ડેલ્ટા વેરિયન્ટે લોકોને તેમની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. આ બધા વચ્ચે ભારત બાયોટેકે કોવેક્સિનની શનિવારે ત્રીજી ટ્રાયલનું પરિણામ જાહેર કર્યું. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વેક્સિન કોરોના સંક્રમણ સામે 78 ટકા અસરકારક છે. તેમજ કોવેક્સિન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે 62.5 ટકા અસકારક છે.
હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક કંપનીએ કોવેક્સિનના થર્ડ ટ્રાયલના પરિણામ જાહેર કર્યાં છે. તેમાં કહેવાામાં આવ્યું છે કે, કોવેક્સિન કોરોનાની જંગ લડવા સામે એક હથિયાર સમાન સાબિત થશે. ભારત બાયોટેકની કોવેક્સિનના થર્ડ ટ્રાયલમાં 130 વોલિન્ટિયર્સને સામેલ કરાયા હતા. તેનું વિષ્લેષણ કર્યાં બાદ કંપનીએ કહ્યું કે, આ વેક્સિન કોરોના સંક્રમણ સામે 78 ટકા અસરકારક છે.
ભારતની બાયોટેક કંપનીના દાવા મુજબ,"કોરોના વેક્સિન કોવેક્સિનની વિષ્લેષણથી એવું તારણ સામે આવ્યું છે કે કોરોના ગંભીર દર્દીઓમાં આ વેક્સિન 93.4 ટકા પ્રભાવી છે. આ પહેલા શીર્ષ અમેરિકા સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ ઇન્સ્ટીટ્યૂટઓફ હેલ્થએ માન્યું કે, કોવેક્સિન ડેલ્ટા જ નહીં પરંતુ અન્ય વેરિયન્ટ સામે પણ કારગર છે. એનઆઇએચે તેમના એક નિવેદનમાં કહ્યું કે, કોવેક્સિનના ડોઝ લેનારના શરીરથી લેવાયેલા બ્લડ સેમ્પલથી જાણવા મળ્યું કે, કોવેક્સિનથી બનેલ એન્ટીબોડી કોરોનાના આલ્ફા,ડેલ્ટાને પુરી રીતે નિષ્ક્રિય કરી દે છે. આલ્ફા વેરિયન્ટ સૌથી પહેલા યૂકેમાં જ્યારે ડેલ્ટા ભારતમાં જોવા મળ્યો હતો.
વેક્સિનની બંને ડોઝ આ વેરિયન્ટ પર કેટલી અસરકારક
ડેલ્ટાની હાઇ ટ્રાન્સમિસિબલિટી 452R અને 478K મ્યુટેશનના કારણે છે. બંને માનવ કોશિકામાં બેસ્ટ રીતે જોડવામાં મદદ કરે છે અને સંભવત પ્રતિરક્ષાને ચકમો આપે છે. જો કે બંને ડોઝ લીધા બાદ તે તેની વિરૂદ્ધ સારી રીતે કામ કરે છે. એક ડોઝથી સુરક્ષા ઓછી થઇ ગઇ છે. યૂકેના ડેલ્ટાથી જાણકારી મળી કે, એક શોર્ટ આલ્ફા વિરૂદ્ધ 51 ટકાની તુલનામાં ડેલ્ટાની વિરૂદ્ધ 33 ટકા સુરક્ષા આપે છે.