કયા રાજ્યમાં કોરોના વધતા ધોરણ-10 બોર્ડના તમામ વિદ્યાર્થીઓને કરી દેવાયા પાસ, શેના આધારે મળશે દરેકને માર્ક્સ, જાણો વિગતે
હિમાચલ પ્રદેશ સ્કૂલ એજ્યૂકેશન બોર્ડે (Himachal Pradesh Board) ધોરણ-10ના વિદ્યાર્થીઓને (10th Students Promoted) પ્રમૉટ કરવાનો નિર્દેશ જાહેર કરી દીધો છે. આ 1.16 લાખ વિદ્યાર્થીઓનુ રિઝલ્ટ પ્રી-બોર્ડ અને ઇન્ટરનલ અસેસમેન્ટના આધાર પર તૈયાર કરવામા આવ્યુ છે.
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ સ્કૂલ એજ્યૂકેશન બોર્ડે (Himachal Pradesh Board) ધોરણ-10ના વિદ્યાર્થીઓને (10th Students Promoted) પ્રમૉટ કરવાનો નિર્દેશ જાહેર કરી દીધો છે. આ 1.16 લાખ વિદ્યાર્થીઓનુ રિઝલ્ટ પ્રી-બોર્ડ અને ઇન્ટરનલ અસેસમેન્ટના આધાર પર તૈયાર કરવામા આવ્યુ છે. જલ્દી જ આ વિદ્યાર્થીઓનુ રિઝલ્ટ (10th Students Passing) જાહેર કરવામાં આવી શકે છે. સુત્રોનુ માનીએ તો બોર્ડ અધિકારીઓએ એક વર્ચ્યૂઅલ મીટિંગમાં આને લઇને ફેંસલો કર્યો હતો. આ વિદ્યાર્થી આ રિઝલ્ટના આધાર પર ધોરણ-11માં પ્રવેશ લઇ શકશે.
છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડે ધોરણ-10 બોર્ડની પરીક્ષાઓને રદ્દ કરવાનો ફેંસલો કર્યો હતો. વળી ઇન્ટરમીડિએટની બોર્ડ પરીક્ષાઓને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં તમામ કૉલેજો અને યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાઓને પણ પૉસ્ટપૉન કરી દેવામાં આવી હતી. રાજ્યમાં તમામ શિક્ષણ સંસ્થાઓ 31 મે, 2021 સુધી બંધ રહેશે.
હિમાચલ પ્રદેશ ઉપરાંત તમામ કેન્દ્રીય અને રાજ્યોના બોર્ડે થોડાક દિવસો પહેલા કોરોનાના કારણે ધોરણ-10ની બોર્ડની પરીક્ષાઓને રદ્દ કરવાનો ફેંસલો લીધો હતો. આ ઉપરાંત ઇન્ટરમીડિએટની પરીક્ષાને સ્થગિત કરવાની જાહેરાત કરાઇ હતી. સતત દેશમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે. આવામાં વિદ્યાર્થીઓનો ભણતર પુરેપુરી પ્રભાવિત થઇ રહ્યું છે.
હિમાચલમાં સોમવારે કોરોનાથી 4000થી વધુ લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો હતોત. રાજ્યમાં કોરોનાના લગભગ 35000 થી વધુ કેસ એક્ટિવ છે. આ વધેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યમાં 17 મે સુધી કોરના કર્ફ્યૂ લાગુ કરી દીધુ છે. સરકારની કોશિશ છે કે જલ્દીમાં જલ્દી કોરોના સંક્રમણ પર કાબુ મેળવવામાં આવે.