શોધખોળ કરો
Advertisement
રેડ ઝૉનમાં આવેલુ ઇન્દોર ખતરામાં, કોરોના સંક્રમિતોની સંખ્યા 2100ને પાર, 95 લોકોના મોત
ઇન્દોરમાં મહામારીથી વધુ ત્રણ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, આની સાથે હવે ઇન્દોરમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા 95 પર પહોંચી ગઇ છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની પ્રકોપ સતત વધી રહ્યો છે, કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લામાં સામેલ ઇન્દોરમાં સંક્રમિતો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે.
ઇન્દોરમાં મહામારીથી વધુ ત્રણ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, આની સાથે હવે ઇન્દોરમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા 95 પર પહોંચી ગઇ છે.
ઇન્દોર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસથી વધુ 91 દર્દીઓ મળ્યા છે. આની સાથે સંક્રમિતો લોકોની સંખ્યા હવે 2016થી વધીને 2107 પર પહોંચી ગઇ છે. જોકે આમાંથી 988 દર્દીઓ સારવાર બાદ સજા થયા છે.
ખાસ વાત છે કે રેડ ઝૉનમાં સામેલ ઇન્દોર જિલ્લામાં બુધવારે સવારે સ્થિતિમાં કૉવિડ-19ના દર્દીઓના મૃત્યુદર 4.51 ટકા નોંધાયો, છેલ્લા 18 દિવસથી જિલ્લામાં આ દર પાંચ ટકાથી ઓછો થયો છે.
નોંધનીય છે કે દેશમાં કોરોનાથી અત્યારે 74281 લોકો સંક્રમિત થયા છે, જેમાં 2415 લોકો મોતને ભેટ્યા છે અને 24385 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement