શોધખોળ કરો

Covid 19 JN.1 Updates: એક દિવસમાં 605 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત 

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંક્રમણની ગતિ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરરોજ નવા સંક્રમિત દર્દીઓ જોવા મળી રહ્યા છે.

covid 19 jn 1 updates india: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંક્રમણની ગતિ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરરોજ નવા સંક્રમિત દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, છેલ્લા 24 કલાકમાં દેશમાં 605 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આ દરમિયાન 4 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. આમાં કેરળમાં બે કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. કર્ણાટકમાં એક દર્દીનું અને ત્રિપુરામાં એક સંક્રમિત દર્દીનું મોત થયું છે.

ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો

દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 4,002 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં આજે (8 જાન્યુઆરી, 2024) નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. ગયા વર્ષે 5 ડિસેમ્બર સુધીમાં, દૈનિક કેસની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી ગઈ હતી, પરંતુ ઠંડી અને વાયરસ વચ્ચે કોરોના વાયરસ JN.1 ના નવા પ્રકારને કારણે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

કર્ણાટક અને કેરળમાંથી સૌથી વધુ કેસ

સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 5 ડિસેમ્બર પછી એક જ દિવસમાં કોવિડ-19ના સૌથી વધુ નવા કેસ 31 ડિસેમ્બર, 2023ના રોજ 841 હતા, જે મે 2021માં નોંધાયેલા સૌથી વધુ કેસના 0.2 ટકા હતા. સક્રિય કોરોના દર્દીઓમાં 92 ટકા ઘરે સારવાર કરી રહ્યા છે. કોરોના સબ-વેરિયન્ટ JN.1 ના કેસ સતત વધી રહ્યા છે. કર્ણાટક અને કેરળમાંથી સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. વર્તમાન કોવિડ-19 ડેટા દર્શાવે છે કે JN.1 વેરિઅન્ટ ન તો નવા કેસોની સંખ્યામાં વધારો કરી રહ્યો છે અને ન તો દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં 4.4 કરોડથી વધુ લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ગયા છે. આ ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે એપ્રિલ-જૂન 2021માં રોગચાળાની સ્થિતિમાં નોંધપાત્ર વધારો થયો હતો. તે સમય દરમિયાન, 7 મે, 2021 ના ​​રોજ, દેશમાં એક જ દિવસમાં ચેપના 4,14,188 નવા કેસ નોંધાયા હતા. 3,915 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 

JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget