શોધખોળ કરો
Advertisement
COVID-19: મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસ 15000ને પાર, દિલ્હીમાં 5000થી વઘુ કેસ
મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 15000ને પાર પહોંચ્યો છે.રાજધાની દિલ્હીમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 5000ને પાર પહોંચી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 15000ને પાર પહોંચ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ, મહારાષ્ટ્રમાં મંગળવારે 841 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 34 લોકોનો મોત થયા છે. નવા કેસ સામે આવતા રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 15525 પર પહોંચી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 5000ને પાર પહોંચી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 206 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં કોરોનાથી અહીં કોઈ મોત નથી થયું. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 64 લોકોના મોત થયા છે. દિલ્હી સરકાર મુજબ, છેલ્લા 24 કલાકમાં 37 લોકો સ્વસ્થ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 1468 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 67852 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મુંબઈની સૌથી મોટી ઝુપડ પટ્ટી ધારાવીમાં કોરોના વાયરસના નવા 33 કેસ સામે આવ્યા છે. આ સાથે જ આ ક્ષેત્રમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 665 પર પહોંચી છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અહીંયા 20 લોકોના મોત થયા છે અને છેલ્લા 72 કલાકમાં સંક્રમણથી મોતનો કોઈ નવો કેસ સામે નથી આવ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement