શોધખોળ કરો
Advertisement
તબ્લીગી જમાતના કાર્યક્રમના કારણે અનેક લોકોમાં ફેલાયું કોરોનાનું સંક્રમણઃ ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં કહ્યું કે, દિલ્હી પોલીસે તબ્લીગી જમાતના 233 સભ્યોની ધરપકડ કરી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે સંસદમાં કહ્યું કે, દિલ્હીના નિઝામુદીનમાં માર્ચમાં યોજાયેલા તબ્લિગી જમાતના કાર્યક્રમમાં એકત્ર થયેલા લોકોના કારણે કોરોના વાયરસનું સંક્રમણ અનેક લોકોમાં ફેલાયું હતું.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં કહ્યું કે, દિલ્હી પોલીસે તબ્લીગી જમાતના 233 સભ્યોની ધરપકડ કરી હતી અને 29 માર્ચથી સંગઠનના હેડ ક્વાર્ટરમાંથી 2361 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું, “હાલ, જમાતના વડા મૌલાના મોહમ્મદ સાદ અંગે તપાસ ચાલી રહી છે.”
તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19ના પ્રકોપ અંગે જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશો, આદેશો છતાં એક બંધ પરિસરની અંદર મોટી સભા થઈ. જેમાં માસ્ક પહેરવા તથા સંક્રમણથી બચવાના નિયમોનું પાલન થયું નહોતું. મંત્રીએ કહ્યું, તેનાથી અનેક વ્યક્તિઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું હતું.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement