![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાની ત્રીજી લહેર આવશે, તેને ટાળી શકાય નહીં: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની મોટી ચેતવણી
વિજય રાઘવને કહ્યું કે, વાયરસના સંક્રમણથી ઘણા કેસ નોંધાય રહ્યાં છે. તેથી હાલમાં એવું કહી શકાય નહીં કે, કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે. પરંતુ આવશે જરૂર, તેથી આપણે આ નવી લહેર માટે તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય નહીં.
![કોરોનાની ત્રીજી લહેર આવશે, તેને ટાળી શકાય નહીં: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની મોટી ચેતવણી Covid-19 third wave inevitable but not clear when it will occur: Govt s principal scientific advisor vijayraghavan warns કોરોનાની ત્રીજી લહેર આવશે, તેને ટાળી શકાય નહીં: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની મોટી ચેતવણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/610165077d11e26ce09f3bac72b29cf2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને રોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યાં છે જેના કારણે દેશમાં સ્થિતિ ભયાવહ બની છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. જેમાં રોજ ત્ર હજારથી વધુ લોકોના મૃત્યુ કોરોનાથી થઈ રહ્યાં છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને ત્રીજી લહેરની પણ ચેતવણી આપતા કહ્યું કે, તે જરુર આવશે.
કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી
આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં વિજય રાઘવને કહ્યું કે, વાયરસના સંક્રમણથી ઘણા કેસ નોંધાઈ રહ્યાં છે. તેથી હાલમાં એવું કહી શકાય નહીં કે, કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે. પરંતુ આવશે જરૂર, તેથી આપણે આ નવી લહેર માટે તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય નહીં.
તેમણે ક્યું કે, વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આપણે નવી લહેરની તૈયારી કરી દેવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેક્સિન અપગ્રેડ કરવાની સાથે સર્વેલન્સની પણ જરૂર પડશે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 6 લાખ 65 હજાર 148
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 69 લાખ 51 હજાર 731
- કુલ એક્ટિવ કેસ - 34 લાખ 87 હજાર 229
- કુલ મોત - 2 લાખ 26 હજાર 188
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 04 લાખ 94 હજાર 188 ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)