શોધખોળ કરો
Advertisement
કનિકાની પાર્ટીમાં સામેલ UPના મંત્રી સહિત 45 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટીવ
લંડનથી પાછા ફરીને સિંગર કનિકા કપૂર લખનઉમાં એક મોટી હોટલમાં રોકાઇ હતી. કનિકા એક પાર્ટીમાં સામેલ થઇ હતી જેમાં 100થી વધુ સેલિબ્રિટિઝ સામેલ થયા હતા. કનિકા કપૂર કોરોના પોઝિટીવ હોવાની પુષ્ટી થઇ તો લખનઉમાં હલચલ મચી ગઇ હતી.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્યમંત્રી જયપ્રતાપ સિંહ કોરોના વાયરસથી પીડિત નથી. જય પ્રતાપ સિંહે કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેઓ લખનઉમાં સિંગર કનિકા કપૂર સાથે એક પાર્ટીમાં હાજર હતા.
કનિકા કપૂરની સાથે પાર્ટીમાં હાજર અન્ય 30 લોકોના સેમ્પલ રિપોર્ટ આવ્યો છે. તમામનો સેમ્પલ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. એટલે કે આ લોકોને કોરોના વાયરસ નથી. તે સિવાય કોરોના વાયરસના 15 અન્ય રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ રીતે કુલ 45 લોકોના કોરોના વાયરસ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
નોંધનીય છે કે લંડનથી પાછા ફરીને સિંગર કનિકા કપૂર લખનઉમાં એક મોટી હોટલમાં રોકાઇ હતી. આ સૂચના બાદ હોટલને હાલમાં બંધ કરી દેવામાં આવી છે. કનિકા એક પાર્ટીમાં સામેલ થઇ હતી જેમાં 100થી વધુ સેલિબ્રિટિઝ સામેલ થયા હતા. આ પાર્ટીમાં અનેક મોટા રાજનેતા, અધિકારીઓ સામેલ થયા હતા. પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુધરા રાજે, તેમનો પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહ, કોગ્રેસ નેતા જિતિન પ્રસાદ પણ સામેલ હતા. શુક્રવારે જ્યારે કનિકા કપૂર કોરોના પોઝિટીવ હોવાની પુષ્ટી થઇ તો લખનઉમાં હલચલ મચી ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement