Chhattisgarh IED Blast: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો, આઈઈડી બ્લાસ્ટમાં એક જવાન શહીદ
છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટ થયો છે, જેમાં CRPFનો એક જવાન શહીદ થયો છે.
IED blast In Chhattisgarh: છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટ થયો છે, જેમાં CRPFનો એક જવાન શહીદ થયો છે. આ IED બ્લાસ્ટ પાલમેડ વિસ્તારના ધર્મરામમાં ચિંતાવાગુ નદી પાસે થયો હતો. આ ઘટના બુધવાર (28 સપ્ટેમ્બર) સાંજે 6:20 વાગ્યે બની હતી, તે સમયે જવાનો એરિયા ડોમિનેશન પર હતા. બસ્તરના આઈજી પી સુંદરરાજે કહ્યું કે, પાલમેડ પોલીસ સ્ટેશનની હદમાં ધર્માવરમ કેમ્પ પાસે નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રેશર આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફનો 196 બીએનનો જવાન શહીદ થયો છે.
શહીદ જવાનનું નામ સતપાલ સિંહ છે, જે હરિયાણાનો રહેવાસી હતો. છત્તીસગઢમાં એક સપ્તાહ પહેલા નક્સલવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો. શહીદ જવાનનું નામ નૂર હુસૈન હતું અને તે હરિયાણાના યમુનાનગર જિલ્લાનો રહેવાસી હતો.
બીજાપુરમાં અઠવાડિયા પહેલા પણ હુમલો થયો હતો
નૂર હુસૈન છત્તીસગઢના બીજાપુરમાં તૈનાત હતા. ફરજ પર હતા ત્યારે તેમની ટુકડી પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં નૂર હુસૈન શહીદ થયા હતા. આ વર્ષે જૂન મહિનામાં પણ નક્સલવાદીઓએ છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર હુમલો કર્યો હતો. જેમાં CRPFના ત્રણ જવાન શહીદ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલો નુઆપાડામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની રોડ ઓપનિંગ પાર્ટી (ROP) પર કરવામાં આવ્યો હતો.
ત્રણ જવાનો શહીદ થયા હતા
જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને નક્સલવાદીઓને ભાગી જવા મજબૂર કર્યા. આ હુમલામાં ASI શિશુપાલ સિંહ, ASI શિવ લાલ અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર સિંહ શહીદ થયા હતા. રાજ્ય સરકારે દરેક શહીદના પરિવારને 20 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી.
આ સિવાય માર્ચ મહિનામાં પણ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રેન્કના એક અધિકારી શહીદ થયા હતા. આ ઘટના ITBPના સોનપુર કેમ્પથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં બની હતી.
આ પણ વાંચો....
PKL 2022: 7 ઓક્ટોમ્બરથી શરુ થશે પ્રો કબડ્ડી લીગ, જાણો 9મી સીઝનની ટીમો, લાઈવ સ્ટ્રીમ અને કાર્યક્રમ
IND vs SA: Team India માટે આવ્યા સારા સમાચાર, આ ખેલાડી થયો કોરોના નેગેટિવ