IND vs SA: Team India માટે આવ્યા સારા સમાચાર, આ ખેલાડી થયો કોરોના નેગેટિવ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝની આજથી શરુઆત થવા જઈ રહી છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટીમનો ભાગ નથી, કારણ કે, શમી કોરોના પોઝિટીવ આવ્યો હતો
Mohammed Shami Covid-19: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝની આજથી શરુઆત થવા જઈ રહી છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટીમનો ભાગ નથી, કારણ કે, શમી કોરોના પોઝિટીવ આવ્યો હતો અને જેથી મોહમ્મદ શમી ટીમની બહાર થયો હતો. પરંતુ આજે બુધવારે શમીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભારતીય ટીમમાં શમીની જગ્યાએ ઉમેશ યાદવને દક્ષિણ આફ્રિકા સામેની આ સિરીઝમાં રમવાની તક આપવામાં આવી છે.
સ્ટોરી પોસ્ટ કરીને શમીએ આપી જાણકારીઃ
મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામે રમાયેલી વનડે સિરીઝ બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. તે ઓસ્ટ્રેલિયા સામે હાલમાં જ રમાયેલી ટી20 સિરીઝના થોડા દિવસ પહેલાં જ કોવિડ19 પોઝિટીવ આવ્યો હતો. ત્યારે બાદ શમી આરામ પર રહ્યો છે. ત્યારે હવે મોહમ્મદ શમીએ તેના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરીને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી છે. શમીએ તેનો કોરોના રિપોર્ટ સ્ટોરીમાં શેર કર્યો છે. શમીની આ પોસ્ટ પર ક્રિકેટ ફેન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સિરીઝ
ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં આજે રમાશે. શમી કોવિડ-19ના કારણે ટીમ ઈન્ડિયા સાથે નથી. જેથી શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સ્થાન અપાયું છે. શમી ટીમ ઈન્ડિયાનો અનુભવી બોલર છે અને તેણે ઘણી મેચોમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. શમીએ અત્યાર સુધી રમેલી 82 વનડે મેચોમાં 152 વિકેટ ઝડપી છે. સાથે જ 17 ટી20 મેચમાં શમીએ 18 વિકેટ ઝડપી છે. શમીએ ભારત માટે છેલ્લી વનડે 17 જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી. જ્યારે છેલ્લી ટી20 ઈંટરનેશનલ મેચ વર્ષ 2021માં નામીબિયા સામે રમી હતી.
IND vs SA 1st T20 Live Streaming: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, આજે સીરીઝની પ્રથમ ટી20 મેચ જીતવા માટે બન્ને ટીમો કમર કસી ચૂકી છે. દક્ષિણ આફ્રિકા ટીમ આ વર્ષે બીજીવાર ભારતના પ્રવાસે આવી છે, ગયા પ્રવાસ દરમિયાન બન્ને ટીમો વચ્ચે માત્ર એક ટી20 સીરીઝ જ રમાઇ હતી, જોકે આ વખતે ત્રણ મેચોની ટી20 સીરીઝ અને ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે.
ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 ?
ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટી20 સીરીઝની પહેલી મેચ આજે એટલે કે બુધવારે 28 સપ્ટેમ્બરે સાંજે 7 વાગે શરૂ થશે. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે પ્રથમ ટી20નુ લાઇવ ટેલિકાસ્ટ ?
ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાનારી પ્રથમ ટી20ને તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકશો. મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી અને સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી હિન્દી પર જોવા માટે ઉપલબ્ધ થશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર પણ આ મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.