શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજે બકરી ઈદના દિવસે જમ્મુ-કશ્મીરમાં કરફ્યૂ, 12 કલાક સુધી ઈંટરનેટ બંધ
શ્રીનગર: જમ્મુ-કશ્મીરની વણસેલી સ્થિતિને લઈને બકરી ઈદ નિમિતે તમામ દસ જિલ્લામાં કફર્યૂ લાદવામાં આવ્યો છે. કશ્મીરમાં છેલ્લા બે મહિનાથી હિંસાનો માહોલ છે. બકરી ઈદની સુરક્ષાના કારણે સુરક્ષા પર ચાંપતી નજર રાખવા માટે હેલિકોપ્ટર્સ અને ડ્રોનનો ઉપયોગ કશ્મીર વેલીમાં કરાશે. સ્થાનિક લોકોના તોફાનોના કારણે છેલ્લા બે મહિનાથી અનેક જિલ્લાઓમાં કફર્યૂનો માહોલ છે.
કશ્મીરમાં પહેલી વાર ઈદના દિવસે કફર્યૂ લગાવાયો છે. હુરિયત અને અલગાવવાદી સંગઠનો તરફથી આજે ઈદની નમાજ બાદ વિરોધ પ્રદર્શન બાદ યૂએન ઓફિસ સુધી માર્ચ નિકાળવાનું આહવાન થયું છે. જેને પગલે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર કશ્મીર ઘાટીમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં કફર્યૂ લાદી દેવામાં આવ્યો છે..સાથે જ પ્રીપેડ અને પોસ્ડપેડ તમામ પ્રકારની મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી છે..માત્ર બીએસએનએલ પોસ્ટપેડ મોબાઈલ સેવા ચાલુ છે. બ્રોડબૈંડ સેવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion