શોધખોળ કરો
નિસર્ગ વાવાઝોડું: મુંબઈ એરપોર્ટના રનવે પર કાર્ગો પ્લેન થયું સ્લિપ, વિમાનોની અવર જવર પર સાંજે 7 વાગ્યા સુધી રોક લગાવાઈ
વાવાઝોડાના કારણે હાલ મુંબઇ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે, એરપોર્ટ પર એક કાર્ગો પ્લેનના લપસી પડ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યા સુધી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે.

મુંબઈ: નિસર્ગ વાવાઝોડાના કારણે મુંબઈ એરપોર્ટ પર વિમાનોની અવરજવર પર બપોરે અઢી વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રોક લગાવવામા આવી છે. એરપોર્ટ પર એક કાર્ગો વિમાન એરપોર્ટ પર સ્લિપ મારી ગયું હતુ. તેના બાદ તેને રનવે પરથી હટાવવામાં આવ્યું હતું. જો કે રનવેને કોઈ નુકસાન થયું નથી. આ કાર્ગો પ્લેન બેંગ્લુરુથી આવ્યું હતું.
આજે બપોરે નિસર્ગ વાવાઝોડુ મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાયું હતું. ચક્રવાતના કારણે મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આગામી બે - ત્રણ કલાક વાઝોડાની અસર વધારે રહેવાની શક્યતાઓ છે, કારણ કે વાવાઝોડાની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક બતાવવામાં આવી રહી છે.
રાયગઢ, રત્નાગિરી અને મુંબઇમાં નિસર્ગ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે, અને રસ્તાંઓ પર અવરજવરને રોકી દેવામાં આવી છે.
વધુ વાંચો
Advertisement