(Source: ECI/ABP News/ABP Majha)
Dausa : PM મોદીએ જુનુ બજેટ વાંચવા બદલ ગેહલોતની ફિરકી લીધી ને કહી સંભળાવી 40 વર્ષ જુની ઘટના
પીએમ મોદીએ દૌસાના લોકો વચ્ચે કહ્યું હતું કે, આ કહાની એ સમયની છે જ્યારે હું રાજકારણમાં નહોતો. તે દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં કામ કરતા હતા.
Dausa Narrated CM Gehlot Old Budget Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ જનતાની વચ્ચે પહોંચ્યા હતા. રાજસ્થાનમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ અહીં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન PM મોદીએ 10 ફેબ્રુઆરીએ રાજસ્થાનના બજેટ દરમિયાન સીએમ અશોક ગેહલોતના જૂના બજેટ ભાષણના વાંચવા પર જોરદાર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ જૂનું બજેટ ભાષણ વાંચવાની ઘટનાને તેમના જીવનની 40 વર્ષ જૂની વાર્તા સાથે જોડીને રસપ્રદ રીતે સંભળાવી.
કહી સંભળાવી એક રમુજી કહાની...
પીએમ મોદીએ દૌસાના લોકો વચ્ચે કહ્યું હતું કે, આ કહાની એ સમયની છે જ્યારે હું રાજકારણમાં નહોતો. તે દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં કામ કરતા હતા. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનમાં ગત બજેટ સત્રમાં જે થયું તેની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. તેથી જ મને 40 વર્ષ પહેલાની આ ઘટના યાદ આવી છે. તેમણે કહ્યું હતું કે, એકવાર તેઓ રાષ્ટ્રીય સ્વયં સંઘમાં કામ કરીને પાછા ફર્યા ત્યારે તેમને રસ્તામાં એક સાથી મળ્યો. તેણે મને કહ્યું કે, ભોજનની શું વ્યવસ્થા છે? તેના પર મેં કહ્યું કે, હું મારા પ્રવાસેથી પરત ફરી રહ્યો છું. સ્નાન કરવાનું બાકી છે. ત્યાર બાદ તેણે મને કહ્યું કે તમે સ્નાન કરી લો. ત્યાર બાદ એક સ્વયંસેવક સાથીના ઘરે લગ્નનું આમંત્રણ છે, આપણે ત્યાં જઈશું અને ત્યાં જ ભોજન કરીશું. તેઓ મને સ્વયંસેવકના ઘરે લઈ ગયા, જ્યાં લગ્ન થઈ રહ્યા હતા. તે દરજી હતા અને ઘરની બહાર પોતાનું કામ કરતા હતા. મેં તેમને શુભેચ્છા પાઠવી અને જોયું કે લગ્નનો કોઈ માહોલ જ નહોતો.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે સાથી સ્વયંસેવકે અંદર જઈને પૂછ્યું કે, આજે લગ્નનું આમંત્રણ હતું. આ અંગે દરજી સાથીદારે જણાવ્યું કે, લગ્ન ગયા વર્ષે થયા હતા. આ વાત સાંભળી તેમણે આમંત્રણ પત્રિકા કાઢી અને તારીખ જોઈ તો તેમાં ગયા વર્ષના એ જ દિવસની તારીખ લખેલી હતી. ત્યાર બાદ અમે બંને જમ્યા વગર જ પાછા ફર્યા. જોકે, આ ઘટનાનો રાજસ્થાન સાથે કોઈ સંબંધ નથી એમ તેમણે જણાવ્યું હતું. મને જૂની વાત યાદ આવી ગઈ એટલે વિચાર્યું કે હું તમને જણાવું તેમ પીએમએ જણાવ્યું હતું.
કોંગ્રેસ પાસે નથી વિઝન કે નથી શબ્દોમાં વજન
વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું યથાવત રાખતા કહ્યું હતું કે, ભૂલ કોઈથી પણ થઈ શકે છે. પરંતુ કોંગ્રેસ પાસે ન તો વિઝન છે કે ન તો તેમની વાતમાં કોઈ વજન. કોંગ્રેસનું કામ માત્ર જાહેરાત કરવાનું છે. તેઓ જમીન પર અમલ કરવાનો ઇરાદો જ નથી ધરાવતા. PMએ કહ્યું હતું કે, પ્રશ્ન એ નથી કે તેમણે જૂનું બજેટ ભાષણ વાંચ્યું. પણ હકીકતે મામલો એ છે કે, એક વર્ષ પહેલાં જે ભાષણ વાંચ્યું હતું, તે બોક્સમાં રાખવામાં આવ્યું હતું અને તેને જ બહાર કાઢીને વાંચી લેવામાં આવ્યું. તેનાથી જ ગંભીરતા સમજી શકાય.
તે રાજસ્થાનના લોકોથી છુપાયેલું નથી....
મોદીએ કહ્યું હતું કે, આજે રાજસ્થાનને વિકાસલક્ષી સરકારની જરૂર છે, તો જ કાયદો અને વ્યવસ્થા સારી રહેશે. આજે હું દૌસામાં ડબલ એન્જિન સરકાર માટે ઉત્સાહ જોઈ રહ્યો છું. લોકોના ચહેરા પર આ ઉત્સાહ સ્પષ્ટ જોવા મળે છે. કોંગ્રેસે રાજસ્થાન સાથે જે કર્યું તે રાજસ્થાનના લોકોથી છુપાયેલું નથી. 'કોંગ્રેસ ન તો પોતાની મેળે કામ કરે છે, ન તો કરવા દે છે'. પીએમએ કહ્યું હતું કે, મને દુ:ખ છે કે જો અહીં ડબલ એન્જિનની શક્તિ લગાવવામાં આવી હોત તો વિકાસ કેટલો ઝડપી થાત? કોંગ્રેસ બાબતોને અટકાવવાની અને વિલંબ કરવાની રાજનીતિ જ કરે છે. અમારો એક જ સંદેશ છે કે જો રાજસ્થાનની સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવને બચાવવું હોય તો ભાજપ સરકારને પાછી લાવવી જ પડશે.