શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાંચીની 'નિર્ભયા'ને ત્રણ વર્ષ બાદ મળ્યો ન્યાય, દોષિત રાહુલ રોયને ફાંસીની સજા
આ મામલામાં મુખ્ય આરોપી રાહુલને સીબીઆઇની વિશેષ અદાલતે શુક્રવારે દોષિત જાહેર કર્યો હતો.
રાંચીઃઝારખંડની રાજધાની રાંચીમાં બીટેકની વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યાના મામલામાં દોષિત રાહુલ રોયને ફાંસીની સજા સંભળાવી હતી. 15-16 ડિસેમ્બર 2016ના રોજ રાહુલ રોયે બીટેકની વિદ્યાર્થીની પર બળાત્કાર બાદ તેને સળગાવી દેવાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલામાં મુખ્ય આરોપી રાહુલને સીબીઆઇની વિશેષ અદાલતે શુક્રવારે દોષિત જાહેર કર્યો હતો.
આ હત્યાકાંડમાં સીબીઆઇએ 19 સપ્ટેમ્બરના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી અને 25 ઓક્ટોબરના રોજ આ મામલામાં આરોપ નક્કી કર્યા હતા. દલીલ દરમિયાન 13 ડિસેમ્બરના રોજ સીબીઆઇએ ઘટનાની બર્બરતા જણાવી ફાંસીની સજાની માંગ કરી હતી.
સ્પેશ્યલ જજ એકે મિશ્રાએ આ કેસને પ્રાથમિકતા ગણાવી ઝડપી સુનાવણી કરી હતી. કોર્ટે આરોપ નક્કી કર્યા બાદ દરરોજ સુનાવણી કરતા લગભગ 30 દિવસમાં સુનાવણી પ્રક્રિયા પુરી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion