શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટ્રાફિક દંડનો સર્જાયો રેકોર્ડ, મેમોની રકમ જાણીને તમને ચક્કર આવી જશે, ડ્રાઈવરે કોર્ટમાં......
આટલો મોટો દંડ ભરનાર ટ્રક હરિયાણા પાસિંગની છે. આરોપ છે કે ટ્રકમાં 43 ટનની વસ્તુ ભરેલી હતી, જ્યારે ટ્રકમાં 25 ટન વસ્તુ ભરવાની જ પરમિશન હતી.
નવી દિલ્હીઃ મોટર વ્હિકલ એક્ટ 2019 અંતર્ગત મોટો મેમો ફટકારવાનો રેકોર્ડ બન્યો છે. દેશની રાજધાની દિલ્લીમાં એક ટ્રકને 2 લાખ 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો. આ મેમો રોહિણી કૉર્ટમાં પૂજા અગ્રવાલની કૉર્ટમાં થયો છે. જે ટ્રક ચાલકનાં નામે મેમો છે તેનું નામ રામ કિશન છે. કૉર્ટે મેમોની અડધી રકમ ચાલક પાસેથી અને અડધી રકમ ટ્રક માલિક પાસેથી વસૂલવાનું કહ્યું છે. આ પહેલા 5 દિવસ પહેલા રાજસ્થાનનાં ટ્રકનો 1,41,700 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો.
આટલો મોટો દંડ ભરનાર ટ્રક હરિયાણા પાસિંગની છે. આરોપ છે કે ટ્રકમાં 43 ટનની વસ્તુ ભરેલી હતી, જ્યારે ટ્રકમાં 25 ટન વસ્તુ ભરવાની જ પરમિશન હતી. જેથી 18 ટન વધારે ભરવાના કારણે દંડ કરવામાં આવ્યો હતો. ગત રાત્રે મુકરબા ચોકથી ભલસ્વા તરફ જતા હરિયાણા પાર્સિંગની ટ્રકનો મેમો ફાડવામાં આવ્યો હતો. આ વિશે ટ્રક માલિકનું કહેવું છે કે આ વિશે તેને કશી ખબર ન હતી.
ટ્રક ડ્રાઇવરને જે મેમો ફટકારવામાં આવ્યો તેમાં ઑવરલૉડિંગ 20,000+36,000 (18 ટન વધારાનો માલ હતો. પ્રતિ ટન 2 હજાર રૂપિયાનો દંડ થયો.), ડ્રાઇવિંગ લાયસન્સનાં 5 હજાર, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનાં 10 હજાર, ફિટનેસ ફી 10 હજાર, પરમિટ 10 હજાર, ઇન્શ્યોરન્સ 4 હજાર, પૉલ્યૂશન સર્ટિફિકેટ 10 હજાર, ટ્રકમાં ભરવામાં આવેલા સામાન પર કશું ઢાંકવામાં નહોતુ આવ્યું તેના 20 હજાર, સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગ કરવાના 1 હજાર આમ કુલ 2 લાખ 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો.
આ દિલ્હીમાં અત્યાર સુધી સૌથીનો મોટો મેમો છે. ટ્રક માલિકે ઓવરલોડિંગ પર 2 લાખ 500 રુપિયાનો દંડ ભર્યો છે. ટ્રક ડ્રાઇવરે રોહિણી કોર્ટમાં દંડની રકમ ભરી હતી. નોંધનીય છે કે, ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘન બદલ ભલે ભારેભરખમ દંડનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો હોય, પરંતુ હજુ પણ ગાડીઓ ચલાવનારા અનેક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા નથી. દિલ્લીમાં છેલ્લા 5 દિવસની અંદર 20થી 25 હજારની વચ્ચે મેમો આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion