Delhi Assembly Election: એક્ઝિટ પોલના આંકડા જાહેર,જાણો દિલ્હીમાં કોણ મારશે બાજી
Delhi Assembly Election LIVE Updates: દિલ્હીમાં ટૂંક સમયમાં મતદાન શરૂ થશે. આ દરમિયાન દિલ્હીના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

Background
Delhi Assembly Election LIVE Updates: દિલ્હીમાં ટૂંક સમયમાં મતદાન શરૂ થશે. આ દરમિયાન દિલ્હીના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે ચૂંટણી માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તમામ મતદાન મથકો પર વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ દરમિયાન, ચાલો જાણીએ ચૂંટણી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો.
70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. મતદાન સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે પરંતુ કતારમાં તેમના વારાની રાહ જોતા લોકોને સાંજે 5 વાગ્યા પછી પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.
1.56 કરોડ મતદારો મતદાન કરશે
રાજધાનીમાં મતદાન માટે કુલ 13,766 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં 210 મોડલ મતદાન મથકો, મહિલાઓ દ્વારા સંચાલિત 70 મતદાન મથકો, વિકલાંગ લોકો દ્વારા સંચાલિત 70 મતદાન મથકો અને યુવાનો દ્વારા સંચાલિત 70 મતદાન મથકોનો સમાવેશ થાય છે. વિકલાંગ વ્યક્તિઓ માટે 733 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. અહીં કુલ 1.56 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 83.76 લાખ પુરૂષો, 72.36 લાખ મહિલાઓ અને 1,267 ત્રીજા લિંગના મતદારો છે.
96 મહિલા ઉમેદવારો પણ મેદાનમાં છે
દિલ્હીમાં વિવિધ પક્ષોના કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 96 મહિલાઓ છે. સત્તાધારી AAPએ તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસે પણ 70 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે 68 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે એલજેપી-રામવિલાસ અને જેડીયુ માટે બે બેઠકો છોડી છે.
35,626 પોલીસકર્મીઓ તૈનાત
લગભગ 3,000 મતદાન મથકોને સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાક સ્થળોએ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે અર્ધલશ્કરી દળોની 220 કંપનીઓ, 19,000 હોમગાર્ડ્સ અને 35,626 દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલમાં કોણ જીતે છે?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 39 થી 44 બેઠકો, AAP ને 25 થી 28 બેઠકો અને કોંગ્રેસને 2 થી 3 બેઠકો મળવાની ધારણા છે.
પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં ભાજપને મજબૂત લીડ
દિલ્હી ચૂંટણી અંગે પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને પ્રચંડ વિજય મળતો દેખાય છે. આમાં ભાજપને 42 થી 50 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે આ સર્વે મુજબ આમ આદમી પાર્ટીને 18 થી 25 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને શૂન્યથી બે બેઠકો મળવાની ધારણા છે.




















