શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં નહીં લાગુ થાય NPR-NRC,વિધાનસભામાં પાસ કર્યો પ્રસ્તાવ
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, એનપીઆર અને એનઆરસી મુજબ લોકોને નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે નાગરિકતા સાબિત કરવા માટે સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે ?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાએ (રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર) એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જો એનપીઆર થઈ જશે તો તેના પછી કંઈ નહીં બચે. એનપીઆર બાદ એનઆરસી થવાનું જ છે. કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે માત્ર એનપીઆર પર વાત કરી છે. તેઓ એનઆરસી પર કંઈ બોલ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું હતું કે એનપીઆર અંતર્ગત કોઈ પણ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. તેનાથી ડરવાની જરૂર નથી.
કેજરીવાલે કહ્યું કે, “એનપીઆરની માહિતી ભેગી કરવામાં આવશે, બાદમાં તેના આધારે એનઆરસી થશે. જો એનપીઆર થઈ જશે તો તેના પછી કંઈ નહીં બચે. એનપીઆર બાદ એનઆરસી થવાનું જ છે. રાષ્ટ્રપતિએ કહી દીધું છે કે, એનઆરસી થશે. ગૃહમંત્રીએ કહ્યું છે કે એનઆરસી થશે...એટલે એનઆરસી લાગુ થશે એ નક્કી જ છે.”
અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, એનપીઆરમાં ડૉક્યૂમેન્ટ માંગવામાં નહીં આવે, પણ તેમણે એ નથી કહ્યું કે એનઆરસીમાં દસ્તાવેજ નહીં માંગવામાં આવે. એનઆરસીમાં તો ડૉક્યૂમેન્ટ માંગવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે, સરકાર કહી રહી છે કે એનઆરસી પર કોઈ ડ્રાફ્ટ તૈયાર નથી. તેમણે કહ્યું, ગૃહમંત્રી અમિત શાહે દેશને એક ક્રોનોલોજી જણાવી હતી. પહેલા સીએએ આવશે, બાદમાં એનપીઆર અને એનઆરસી આવશે. આ ત્રણેય કાયદા એકબીજા સાથે સંકળાયેલા છે. દેશના લોકોની નાગરિકતા પર સવાલો ઉઠાવવામાં આવશે.
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, “એનપીઆર અને એનઆરસી મુજબ લોકોને નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે નાગરિકતા સાબિત કરવા માટે સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે ? આ ડર બધાને સતાવી રહ્યો છે, કેન્દ્રને મારી અપીલ છે કે એપીઆર અને એનઆરસી પર રોક લગાવવામાં આવે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement