શોધખોળ કરો

દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ 9 જૂને વલસાડ આવશે, જાણો શું છે ઉદ્દેશ ?

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપની હાલત કફોડી છે ત્યારે તેનો ભાગ લેવા માટે આમ આદમી પાર્ટી (આપ)એ કમર કસી છે. આમ આદમી પાર્ચીએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવાવ માંડી છે અને તેના ભાગરૂપે દિલ્હી મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ 9 જૂન ને ગુરૂવારે વલસાડ આવશે. કેજરીવાલની હાજરીમાં ગુજરાતમાં આપના સંગઠનની રચના કરાશે. અરવિંદ કેજરીવાલની હાજરી અંગે ગુજરાત સરકારને કે પોલીસને કોઈ માહિતી નહોતી પણ બુધવારે અચાનક જ આ વાત જાહેર થતાં પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કેજરીવાલના ગુજરાતમાં આગમનનો ઉદ્દેશ શું છે અને તેની શું અસર પડી શકે તેનું એનાલીસિસ તાત્કાલિક શરૂ કરાયું હતું. આમ આદમી પાર્ટી (આપ)એ વલસાડના ભંડારી સમાજના હોલમાં કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં હાજર રહી કેજરીવાલ ગુજરાત આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ તથા કાર્યકરોને માર્ગદર્શન આપશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકારે વીજળીના બિલમાં ઘટાડો સહિતનાં પગલાં ઉઠાવીને લોકોને રાહત આપી છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારનાં ક્યાં પગલાં ભરી શકાય તેની ચર્ચા પણ કરાશે. આમ આદમી પાર્ટી (આપ)એ ગુજરાતમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પણ તેને કારમી હાર મળી હતી. અલબત્ત હવે સંજોગો બદલાયા છે તે જોતાં આમ આદમી પાર્ટી (આપ)ને ગુજરાતમાં સારા દેખાવની આશા જાગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget