શોધખોળ કરો

Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો

Delhi Budget News: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું.

Delhi Budget News: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. દિલ્હીનું આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સુવિધાઓ પર રહેશે.

રેખા ગુપ્તાએ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. આ કોઈ સામાન્ય બજેટ નથી. દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે. આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે. આ ફક્ત સરકારી ખાતાઓ નથી. આ દિલ્હીનું બજેટ છે જે છેલ્લા દસ વર્ષથી ખરાબ હાલતમાં છે. તેમણે કહ્યું કે આ વખતે દિલ્હી સરકારનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા 31.5 ટકા વધુ છે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે હવે આપદા સરકારના દિવસો પૂરા થઈ ગયા છે. પાછલી સરકારમાં કોઈ ઇચ્છાશક્તિ નહોતી. પરંતુ અમે અમારી પહેલી જ બેઠકમાં કેન્દ્રની આયુષ્માન યોજના લાગુ કરી દીધી. હવે દિલ્હીના રસ્તાઓ વિકાસની ધમનીઓ બનશે. અમે સાથે મળીને કામ કરવાના ઇરાદા સાથે આવ્યા છીએ. આમ આદમી પાર્ટીએ પોતાના માટે શીશમહેલ બનાવ્યો. અમે ગરીબો માટે શૌચાલય બનાવીશું. અમે વચનો પૂરા કરીશું.

1) મહિલા સમૃદ્ધિ યોજના માટે 51૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

2) ગટર વ્યવસ્થા સુધારવા માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.

3) કનેક્ટિવિટી સુધારવા માટે 1,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

4) રાજધાનીમાં 100 સ્થળોએ અટલ કેન્ટીન ખોલવામાં આવશે, જેના માટે બજેટમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

5) રાજધાનીમાં 50 હજાર વધારાના કેમેરા લગાવવામાં આવશે.

6) દિલ્હીના રહેવાસીઓને 10 લાખ રૂપિયાનો વીમો મળશે. (જન આરોગ્ય યોજના હેઠળ 5 લાખ રૂપિયાના વધારાના વીમા સહિત)

7) મહિલાઓને દર મહિને 2500 રૂપિયા મળશે.

8) ગર્ભવતી મહિલાઓ માટે 210 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.

9) ઝૂંપડપટ્ટી માટે 696 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.

10) પાણી પુરવઠા અને સ્વચ્છતા વ્યવસ્થા સુધારવા માટે 9000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

11) વેપારીઓ માટે વેપારી કલ્યાણ બોર્ડની સ્થાપના.

12) વૈશ્વિક રોકાણ સમિટનું આયોજન કરવામાં આવશે.

13) પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.

14) પાણી પુરવઠા માટે 50 કરોડ રૂપિયાનું ભંડોળ.

15) પાણીના ટેન્કરમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે.

16) 2025-26 દરમિયાન નાના ઉદ્યોગો માટે 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.

17) યમુનાની સફાઈ માટે 5૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.

18) પાણીનો બગાડ રોકવા માટે 150 કરોડ રૂપિયાની ફાળવણી.

19) શહેરી ગરીબો માટે આ યોજનામાં 20 કરોડ રૂપિયા.

20) ધારાસભ્ય ભંડોળમાં 350 કરોડ રૂપિયાની જોગવાઈ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી

Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?

આટલા વર્ષોમાં યુરોપના આ આઠ દેશોમાં વધી જશે મુસ્લિમોની વસ્તી, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી

'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો

Embed widget