શોધખોળ કરો
Advertisement
Nirbhaya Case: નિર્ભયાના દોષિતોને આજે નહીં થાય ફાંસી, આગામી આદેશ સુધી કોર્ટે લગાવ્યો સ્ટે
આ અગાઉ ગુનેગારોને 22 જાન્યુઆરી સવારે સાત વાગ્યે ફાંસી આપવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ નિર્ભયાના ચારેય દોષિતોને આવતીકાલે ફાંસી આપવામાં આવશે નહીં. પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની ફાંસી પર સ્ટે લગાવી દીધો છે. કોર્ટે આગામી આદેશ સુધી ફાંસી પર રોક લગાવી દીધી છે. આ બીજી વખત થયું છે જ્યારે દોષિતોની ફાંસી ટાળી દેવામાં આવી છે. આ અગાઉ ગુનેગારોને 22 જાન્યુઆરી સવારે સાત વાગ્યે ફાંસી આપવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.
નિર્ભયાના ગુનેગારોએ ફાંસીની સજા ટાળવા માટે તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. દોષિત વિનયે ફાંસી પર રોક લગાવવાની માંગ કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરુવારે વિનય તરફથી દાખલ અરજીમાં રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પેન્ડિંગ હોવાના કારણે ફાંસી પર રોક લગાવવાની માંગ કરાઇ હતી.2012 Delhi gang-rape case: A Delhi Court stays execution of convicts till further orders pic.twitter.com/jdg28SSDmN
— ANI (@ANI) January 31, 2020
સુનાવણી દરમિયાન વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે, આ મામલામાં ફાંસી અલગ અલગ આપી શકાય નહીં. નિયમ અનુસાર, કોઇ પણ એક મામલામાં દોષિતોને અલગ અલગ ફાંસી આપી શકાતી નથી જ્યાં સુધી તમામ દોષિતોની તમામ અરજીઓનો ઉકેલ લાવી દેવામાં ના આવે. વકીલ વૃંદા ગ્રોવરે 1981ના એક કેસનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ત્રણ લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ મામલામાં બે લોકોએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી હતી અને જેમને રાષ્ટ્રપતિએ માફ કરી દીધા હતા પરંતુ એક દોષિતે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી નહોતી જેને કારણે તેને ફાંસી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઇ એક મામલામાં ફાંસી તમામ દોષિતોને એક સાથે જ આપવામાં આવશે. નિર્ભયાના પરિવારના વકીલ સીમાએ કહ્યું કે, વૃંદા ગ્રોવર આ મામલામાં મુકેશ તરફથી રજૂ થઇ રહી છે કે પછી એમિક્સ ક્યૂરી તરીકે રજૂ થઇ રહી છે. જો મુકેશ તરફથી રજૂ થઇ રહી છે તો તેને સાંભળવા ના જોઇએ કારણ કે તેની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી ચૂકી છે અને જો એમિક્સના રૂપમાં રજૂ થઇ રહી છે તો તે ફાંસીનો વિરોધ કેવી રીતે કરી શકે છે કારણ કે એમિક્સનું કામ કોર્ટને આસિસ્ટ કરવાનું છે. નિર્ભયાના વકીલ સીમાએ કહ્યું હતું કે, તમામ દોષિતો આ મામલાને લાંબો ખેંચવામાટે સતત પ્રયાસો કરી રહ્યા છે. આ લોકોએ ત્યાં સુધી કોઇ અરજી કરી નહોતી જ્યાં સુધી પટિયાલા હાઉસ કોર્ટે આ મામલામાં ડેથ વોરંટ જાહેર કર્યું નહોતું.Asha Devi, mother of the 2012 Delhi gang-rape victim: The lawyer of the convicts, AP Singh has challenged me saying that the convicts will never be executed. I will continue my fight. The government will have to execute the convicts. pic.twitter.com/NqihzqisQo
— ANI (@ANI) January 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
દેશ
દેશ
Advertisement