શોધખોળ કરો

લગ્ન માટે ઈનકાર કરતા પાર્કમાં યુવતીના માથામાં સળીયો મારી ઉતારી મોતને ઘાટ, પૂછપરછમાં અનેક ખુલાસા 

માલવિયા નગર વિસ્તારમાં અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં બપોરે 12 વાગ્યે એક છોકરાએ એક  યુવતીને લોખંડના સળીયો મારી મોતને ઘાટ ઉતારી હતી.  

Delhi Crime: રાજધાની દિલ્હીમાં શુક્રવાર (28 જુલાઈ)ના રોજ વધુ એક યુવતીની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  માલવિયા નગર વિસ્તારમાં અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં બપોરે 12 વાગ્યે એક છોકરાએ એક  યુવતીને લોખંડના સળીયો મારી મોતને ઘાટ ઉતારી હતી.  

પોલીસને 12:08 વાગ્યે પીસીઆર કોલ દ્વારા આ ઘટનાની માહિતી મળી હતી. ફોન કરનારે જણાવ્યું કે અરબિંદો કોલેજ પાસેના વિજય મંડલ પાર્કમાં એક છોકરો એક છોકરીની હત્યા કરીને ભાગી ગયો છે. યુવતીની બાજુમાં લોખંડનો સળીયો પડ્યો છે. આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

પોલીસના જણાવ્યા અનુસાર  યુવતીની ડેડ બોડી પાર્કમાં બેંચ પાસે પડી હતી. લોખંડનો સળીયો પણ ત્યાં હતો અને યુવતીના માથામાંથી લોહી વહી રહ્યું હતું. પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે તપાસ શરૂ થઈ તો પોલીસને ખબર પડી કે યુવતીનું નામ નરગીસ છે, જે આ વર્ષે કમલા નહેરુ કોલેજમાંથી પાસ આઉટ થઈ હતી.

નરગીસ અને ઈરફાન મિત્રો હતા

આ કેસની તપાસ કરતી વખતે પોલીસને ખબર પડી કે નરગીસ તેના મિત્ર ઈરફાન સાથે પાર્કમાં આવી હતી. બંને બેંચ પર બેસીને વાતો કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઈરફાને નરગીસ પર લોખંડના સળીયાથી હુમલો કર્યો અને સ્થળ પરથી ભાગી ગયો.

પોલીસે આરોપી ઈરફાનની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન ઈરફાને જણાવ્યું કે તે નરગીસ સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેના પરિવારે આ લગ્ન માટે  ઈનકાર કર્યો હતો. પરિવારના ઈનકાર બાદ નરગીસે ​​પણ ઈરફાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આનાથી ગુસ્સે થઈને તેણે તેની હત્યા કરી નાખી.

હત્યાનું પ્લાનિંગ 3 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું

ઈરફાને પોલીસને જણાવ્યું કે તેણે નરગીસની હત્યાનો પ્લાન 3 દિવસ પહેલા જ બનાવ્યો હતો. તે સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. તેને ખબર હતી કે નરગીસ સ્ટેનો કોર્સ કરી રહી છે અને તે માલવિયા નગર પાર્કમાંથી પસાર થતી હતી.

લગભગ 12 વાગ્યાની આસપાસ તે પાર્કમાં પહોંચ્યો અને નરગીસને વાત કરવા માટે બોલાવી, પરંતુ જ્યારે નરગીસે ​​વાત કરવાની ના પાડી તો તેણે બેગમાંથી લોખંડનો સળિયો કાઢી તેના પર હુમલો કર્યો. આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
Embed widget