શોધખોળ કરો
Advertisement
Delhi Election: કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આપના કાર્યકર્તાને થપ્પડ મારવાનો કર્યો પ્રયાસ, જાણો કેમ
કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા પોલિંગ બૂથની વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા હતાં જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈને અલકા લાંબાએ કાર્યકર્તાને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન થઈ રહ્યું છે. કુલ 70 સીટ માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. આ દરમિયાન ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા મજનૂંના ટીલા વિસ્તારમાં પોલિંગ બૂથની વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ અભદ્ર ટીપ્પણી કરી હતી. જેને લઈને ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ તે કાર્યકર્તાને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો
મળતી માહિતી પ્રમાણે, ચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા મજનૂંના ટીલા વિસ્તારમાં પોલિંગ બૂથની વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા હતાં તે દરમિયાન રોડ પર આમ આદમી પાર્ટીના કાર્યકરે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈને અલકા લાંબાએ કાર્યકર્તાને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
થપ્પડ મારવાનો પ્રયાસ કર્યાં બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા સામે પોલીસ ફરિયાદ નોંધવી હતી. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.#WATCH Delhi: Scuffle breaks out between AAP and Congress workers near Majnu ka Teela, Congress candidate Alka Lamba tries to slap an AAP worker. AAP leader Sanjay Singh has said the party will complain to Election Commission. #DelhiElections2020 (note: abusive language) pic.twitter.com/l5VriLUTkF
— ANI (@ANI) February 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion