શોધખોળ કરો
Advertisement
ઉદ્ધવ ઠાકરેએ કેજરીવાલને આપી જીતની શુભેચ્છા, BJP પર નિશાન સાધતા કહ્યું- 'જનતાની વાતથી ચાલશે દેશ, મન કી બાતથી નહી'
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલહીમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી છે.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલહીમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું, દિલ્હીની જીત પર હું અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને હાર્દિક અભિનંદન કરૂ છું. દિલ્હીના લોકોએ બતાવી દિધુ કે દેશ જનની વાતથી ચાલશે મન કી બાતથી નહી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, અમે દેશ પ્રેમી અને અમારો વિરોધ કરનારા દેશદ્રોહી એવું માનવાવાળા કેટલાક લોકોનો ભમ્ર દિલ્હીના મતદારોએ તોડી નાખ્યો છે. સુત્રોની જાણકારી મુજબ ઉદ્ધવ ઠાકરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, લોકોના કામની સામે તથાકથિત રાષ્ટ્રીય વિચોરોવાળી સરકાર હારી ગઈ. ઉદ્ધવે કહ્યું કેંદ્રમાં રહેલા મોટા મહારથિઓએ પોતાની પૂરી તાકાત લગાવી, મોટો-મોટા નામોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, અરવિંદ કેજરીવાલની તુલના આતંકવાદી સાથે કરી, સામાન્ય લોકોના વિષયને નજરઅંદાજ કરી અંતરરાષ્ટ્રીય વિષયને ચૂંટણી મુદ્દો બનાવી લોકોનું ઘ્યાન ભટકાવવાની કોશિશ કરી.આ બધુ કરવા છતા અરવિંદ કેજરીવાલને ન હરાવી શક્યા. લોકો આપ સાથે ઉભા રહ્યા અને લોકતંત્ર પર વિશ્વાસ વધારે મજબત કર્યો. દિલ્હીની જનતા અને અરવિંદ કેજરીવાલને હું મહારાષ્ટ્ર અને શિવસેનાની તરફથી દિલથી અભિનંદન કરુ છું. અરવિંદ કેજરીવાલને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપું છું.
આ પહેલા પણ ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલને પોતાનું સમર્થન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે પાંચ વર્ષ દિલ્હીમાં આદર્શ કામ કર્યું છે. જેનાથી દિલ્હીની જનતાનો વિકાસ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement