શોધખોળ કરો
Delhi Election Results: પ્રિયંકા ગાંધીએ કહ્યું, જનતા જે કરે છે તે બરાબર છે
દિલ્હીમાં 15 વર્ષ સુધી સત્તામાં રહેનારી કોંગ્રેસને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 5%થી પણ ઓછા વોટ મળ્યા હતા અને 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મંગળવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી હતી. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી. કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી હતી. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ આજે દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામ અંગે પ્રતિક્રિયા આપી હતી. શું કહ્યું પ્રિયંકા ગાંધીએ પ્રિયંકા ગાંધીએ કહ્યું, જનતા જે કરે છે તે બરાબર જ છે. આ અમારા માટે સંઘર્ષનો સમય છે. અમારે ખૂબ સંઘર્ષ કરવાનો છે અને અમે કરીશું.
કોંગ્રેસના 63 ઉમેદવારની ડિપોઝીટ થઈ જપ્ત દિલ્હીમાં 15 વર્ષ સુધી સત્તામાં રહેનારી કોંગ્રેસને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 5%થી પણ ઓછા વોટ મળ્યા હતા અને 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે. 2015ની જેમ કોંગ્રેસ 2020માં પણ ખાતું ખોલી શકી નથી. આ વખતની ચૂંટણીમાં તેના મતની ટકાવારી પણ ઘટી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ 5000 વોટ મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડયો હતો. જેનું ઉદાહરણ અલકા લાંબા છે. હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા હતા. ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેજરીવાલને જીતના આપ્યા અભિનંદન, જાણો વિગત INDvsNZ: વન ડે સીરિઝમાં ભારતના ફાસ્ટ બોલર્સે કેટલી વિકેટ લીધી ? એવરેજ જાણીને ચોંકી જશો બુમરાહે વન ડેના નંબર વન બોલરનું સ્થાન ગુમાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડેમાં નહોતો ઝડપી શક્યો એક પણ વિકેટCongress General Secretary Priyanka Gandhi Vadra on #DelhiElectionResults: Janta jo karti hai, sahi karti hai. Ye humare liye sangharsh ka samay hai. Hume bahut sangharsh karna hai. Hum karenge. pic.twitter.com/b8V4F6ga08
— ANI (@ANI) February 12, 2020
વધુ વાંચો




















