શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ શાહીનબાગના પ્રદર્શનકર્તાને કેજરીવાલ સરકાર ખવડાવે છે બિરયાનીઃ યોગી આદિત્યનાથ
દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી તારીખ નજીક આવવાની સાથે જ રાજકીય પ્રચાર વેગ પકડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે દિલ્હીની નરેલામાં શનિવારે ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતું.
શાહીનબાગને લઈ શું કહ્યું યોગીએ
યોગીએ કહ્યું, દિલ્હીના શાહીના બાગમાં જે બેઠા છે તેમણે ઉત્તરપ્રદેશમાં એક દિવસ સ્થિતિ બગાડવાની કોશિશ કરી હતી.અમે તેમની પાસેથી એક-એક પૈસાની વસૂલાત કરી પરંતુ દિલ્હીની કેજરીવાલ સરકાર તેમને બિરયાની ખવડાવી રહી છે. કાશ્મીરમાં આતંકવાદીઓને સમર્થન આપનારા લોકો શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને 'આઝાદી'ના નારા લગાવી રહ્યા છે.
કેજરીવાલ છે નમૂનો પાંચ વર્ષ પહેલાં આંદોલન દ્વારા જે લોકો સત્તામાં આવ્યા તેમના પર સમગ્ર વિશ્વની નજર છે. તેમણે દિલ્હીના લોકોને પાયાની સુવિધાથી વંચિત રાખ્યા છે. અહીંયા રૂપિયા દિલ્હીના વિકાસ માટે ખર્ચવામાં નથી આવતા, પરંતુ દેશ વિરોધી કાવતરું રચતા પ્રદર્શનો માટે ખર્ચવામાં આવે છે. કેજરીવાલ જેવા નમૂનાએ દિલ્હીનો બેડો પાર નથી કર્યો.Kejriwal govt is supplying biryani to protesters at Shaheen Bagh: UP CM Yogi Adityanath at poll rally in Delhi
— Press Trust of India (@PTI_News) February 1, 2020
દિલ્હીમાં પ્રદૂષણ માટે કેજરીવાલ જવાબદાર યોગીએ એમ પણ કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણ અને યમુનાની બદતર સ્થિતિ માટે કેજરીવાલ જવાબદાર છે. દિલ્હીમાં પ્રદર્શન અને પાકિસ્તાનના મંત્રીનું કેજરીવાલને સમર્થન એક કડી સાથે જોડાયેલું છે. વિશ્વમાં ભારત મહાશક્તિ બનશે તો પાકિસ્તાનનું નામ દુનિયાના નકશામાંથી ખતમ કરી નાંખશે.Those who support terrorists in Kashmir are staging protest in Shaheen Bagh and raising slogans of 'azadi': CM Adityanath at rally in Delhi
— Press Trust of India (@PTI_News) February 1, 2020
11 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે. 2015માં AAPને મળી 67 સીટ ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા. લોકસભામાં ભાજપે મારી બાજી 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા. સુરતઃ મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાણી ગામ નજીક બસે બાઇક સવારને લીધા અડફેડેટે, બેનાં મોત આધાર હશે તો તરત જ મળી જશે PAN નંબર, ફોર્મ ભરવાની પણ નહીં પડે જરૂરઃ બજેટ 2020માં થઈ જાહેરાત હાઉસિંગ લોન લઈને ઘર ખરીદનારા લોકો માટે બજેટમાં શું થઈ જાહેરાત, જાણો વિગતેUP CM & BJP leader, Yogi Adityanath in Rohini, Delhi: Kejriwal can't provide clean drinking water to people of Delhi. A survey says that Delhi uses the most polluted drinking water. But Kejriwal govt provides Biryani to the people sitting in protest at Shaheen Bagh & other places pic.twitter.com/oNKCBEL8t3
— ANI (@ANI) February 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement