શોધખોળ કરો
Advertisement
આધાર હશે તો તરત જ મળી જશે PAN નંબર, ફોર્મ ભરવાની પણ નહીં પડે જરૂરઃ બજેટ 2020માં થઈ જાહેરાત
બજેટ 2020 રજૂ કરતા નિર્મલા સીતારમણે કહ્યું, કરદાતાના આધાર બેસ્ડ વેરિફિકેશનની શરૂઆત કરવામાં આવી રહી છે. કરદાતાની સુવિધા માટે ટૂંક સમયમાં એક સિસ્ટમ લોન્ચ કરાશે.
નવી દિલ્હીઃ જો તમારી પાસે આધાર કાર્ડ હશે તો પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) સરળતાથી મળી જશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કરતી વખતે આ નવી વ્યવસ્થાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, આધારના આધારે પાન કાર્ડ આપવાની વ્યવસ્થા શરૂ કરાશે. આ માટે કોઇ ફોર્મ પણ ભરવું નહીં પડે.
બજેટ 2020 રજૂ કરતા નિર્મલા સીતારમણે કહ્યું, કરદાતાના આધાર બેસ્ડ વેરિફિકેશનની શરૂઆત કરવામાં આવી રહી છે. કરદાતાની સુવિધા માટે ટૂંક સમયમાં એક સિસ્ટમ લોન્ચ કરાશે. આધાર દ્વારા તાત્કાલિક ઓનલાઈન PAN ફાળવવામાં આવશે. આ માટે એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર નહીં પડે.
IT રિટર્ન માટે પાન-આધાર લિંક જરૂરી ઈન્કમ ટેક્સ કાનૂન મુજબ કોઈપણ વ્યક્તિએ રિટર્ન ફાઇલ કરતી વખતે તેમના આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે. 31 માર્ચ, 2020 સુધી પાન કાર્ડ અને આધારને લિંક કરવું ફરજિયાત છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની બે એજન્સીઓ NSDL અને UTI-ITSLપાન કાર્ડ આપે છે.Finance Minister Nirmala Sitharaman: Govt to further ease process of allotment of PAN. Govt to launch system for instant allotment of PAN on basis of Aadhaar pic.twitter.com/WbDsLvTueU
— ANI (@ANI) February 1, 2020
પાન કાર્ડનો ક્યાં થાય છે ઉપયોગ
ઈન્કમ ટેક્સ ફાઇલિંગ ઉપરાંત બેંક એકાઉન્ટ ખોલાવવા અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે પાન કાર્ડની જરૂર પડે છે. PAN 10 આંકડાની ઓળખ સંખ્યા છે, જે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવે છે.
હાઉસિંગ લોન લઈને ઘર ખરીદનારા લોકો માટે બજેટમાં શું થઈ જાહેરાત, જાણો વિગતે
બજેટ 2020: નાણા મંત્રીની જાહેરાત બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું, જાણો
INDvNZ: ચોથી T-20માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત છતાં ICC એ કેમ ફટકાર્યો તોતિંગ દંડ ? જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion