Delhi Excise Policy: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને મળી રાહત, કોર્ટે સીબીઆઈને કર્યો આ આદેશ
Delhi Excise Policy: રાઉઝ એવન્યુ કોર્ટમાં આ સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે શું તમામ આરોપીઓને ચાર્જશીટ સાથે સંબંધિત દસ્તાવેજો આપવામાં આવ્યા છે? આ કેસની આગામી સુનાવણી 31 જુલાઈએ થશે.
Delhi Excise Policy: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે સીબીઆઈને પૂછ્યું છે કે શું તમામ આરોપીઓને ચાર્જશીટ સંબંધિત દસ્તાવેજો આપવામાં આવ્યા છે? તેના પર સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તમામ આરોપીઓને ચાર્જશીટ સાથે સંબંધિત દસ્તાવેજો આપી દેવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 31 જુલાઈના રોજ સવારે 10:30 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં સિસોદિયા સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Delhi Excise Policy case | Delhi police had moved an application seeking production of Manish Sisodia through video conferencing stating security concerns.
— ANI (@ANI) July 6, 2023
Counsel for Sisodia says that he has a right to be produced physically for an effective hearing, the rights of the accused… pic.twitter.com/7TvG1cBhN4
કેસ મામલે કોર્ટે આ સૂચન આપ્યા
એક્સાઈઝ પોલિસી કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને પૂરક ચાર્જશીટ સંબંધિત દસ્તાવેજો આરોપીઓને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. હવે આગામી સુનાવણીમાં કોર્ટ બંને પક્ષોની દલીલો સાંભળશે. આ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. સીબીઆઈ તેમની મુક્તિનો સતત વિરોધ કરી રહી છે. અત્યાર સુધી સિસોદિયાને કોઈ પ્રકારની રાહત મળી નથી.
મનીષ સિસોદિયાની પત્નીની તબિયત લથડી હતી
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાની તબિયત સતત બગડી રહી છે. તબિયતને ટાંકીને સિસોદિયાએ જામીનની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ના પાડી દીધી હતી. આ પછી તેઓને તેની પત્નીને મળવા દેવામાં આવ્યા હતા. તેમની પત્ની ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત છે. થોડા દિવસો પહેલા સીમા સિસોદિયાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીમા સિસોદિયા (49)ને છેલ્લા કેટલાક અઠવાડિયામાં ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મનીષ સિસોદિયા હાલમાં દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં જેલમાં છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સિસોદિયાની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમને મળ્યા હતા અને તમામ શક્ય મદદનું વચન આપ્યું હતું.