(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Excise Policy Scam: ED સમક્ષ હાજર રહેશે નહી અરવિંદ કેજરીવાલ, કહ્યુ- 'નોટિસ ગેરકાયદેસર'
Delhi Excise Policy Scam: દિલ્હીની દારૂ નીતિમાં કથિત કૌભાંડ મામલે ઇડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલીને આજે પૂછપરછ માટે બોલાવ્યા હતા.
Delhi Excise Policy Scam: દિલ્હીની દારૂ નીતિમાં કથિત કૌભાંડ મામલે ઇડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલીને આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય. તેમણે EDની નોટિસને રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર ગણાવી હતી. વાસ્તવમાં ED લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસની તપાસ કરી રહી છે. ચર્ચા છે કે કેજરીવાલને સમન્સ મોકલતા પહેલા તપાસ એજન્સીએ પુરાવા એકત્ર કરી લીધા છે. આ કેસમાં તપાસ એજન્સીએ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. આજે EDએ AAP સરકારના અન્ય મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા છે. જોકે, આ દરોડા કસ્ટમ કેસ સાથે સંબંધિત છે.
Delhi CM Arvind Kejriwal will not appear before the Enforcement Directorate (ED) today. He will hold a road show, along with Punjab CM Bhagwant Mann, in Singrauli, Madhya Pradesh today.
(File photo) pic.twitter.com/weeUzG0YNL — ANI (@ANI) November 2, 2023
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે EDના સમન્સનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, EDની નોટિસ ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે કહ્યું કે, આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે, જેથી હું ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. EDએ તાત્કાલિક આ નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.
જો કે આજે તેઓ ED સમક્ષ હાજર થવાના નથી. તેનું કારણ એ છે કે તેઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થવાના છે. વાસ્તવમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બપોરે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રોડ શો કરવાના છે. થોડા સમય બાદ કેજરીવાલ મધ્યપ્રદેશના સિંગરૌલી જવા રવાના થશે. આવી સ્થિતિમાં તે પૂછપરછ માટે ED ઓફિસ જવાના નથી.
AAP નેતાઓ રાઘવ ચઢ્ઢા, આતિશી અને સૌરભ ભારદ્વાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "ભારતીય નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ની રચના પછી ભાજપ મુશ્કેલીમાં છે. અમને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેઓએ (BJP) 'ઇન્ડિયાત' ગઠબંધનના ટોચના નેતાઓને નિશાન બનાવવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ પ્રથમ ધરપકડ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની થશે.
તેમણે આરોપ લગાવ્યો કે, "કેજરીવાલ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીની ધરપકડ કરવામાં આવશે."