શોધખોળ કરો
દિલ્હી: ભારે ધુમ્મસના કારણે 750 ફ્લાઈટ અને 100 ટ્રેન પ્રભાવિત
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે ભારે ધુમ્મસને કારણે 750થી વધુ ફલાઇટો અને 100થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ છે.
![દિલ્હી: ભારે ધુમ્મસના કારણે 750 ફ્લાઈટ અને 100 ટ્રેન પ્રભાવિત Delhi fog 750 flights and 100 trains affected દિલ્હી: ભારે ધુમ્મસના કારણે 750 ફ્લાઈટ અને 100 ટ્રેન પ્રભાવિત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/21081850/Delhi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે ભારે ધુમ્મસને કારણે 750થી વધુ ફલાઇટો અને 100થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે આશરે 19 ફલાઇટ રદ કરવામાં આવી છે. 100થી વધારે ટ્રેનો બે કલાકથી વધુ મોડી પડી હતી. દેશની રાજધાની દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ધુમ્મસને કારણે સવારે દ્રશ્યતા શૂન્ય થઇ જવાને કારણે ફલાઇટ અને ટ્રેનો પ્રભાવિત થઈ છે.
દિલ્હી એરપોર્ટના અિધકારીઓના જણાવ્યા અનુસાર 19 ફલાઇટ રદ કરવામાં આવી છે અને 760 ફલાઇટ મોડી પડી હતી. સવારે 5.30 વાગ્યે દિલ્હીના પાલમમાં વિઝિબિલિટી શૂન્ય હતી. જ્યારે સફદરગંજમાં વિઝિબિલિટી ફક્ત 300 મીટરની જ હતી. રેલવે અિધકારીઓના જણાવ્યા અનુસાર 100થી વધુ ટ્રેનો બે કલાકથી વધુ સમય સુધી મોડી પડી હતી. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે દિલ્હીમાં અતિશય ઠંડી સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં આજે પણ બરફ વર્ષા થઇ હતી. કિલોંગમાં પાંચ સેમી બરફ પડયો હતો જ્યારે ગાંધોલામાં ત્રણ સેમી અને કિન્નોરના કલ્પામાં એક સેમી બરફ પડયો હતો. કિલોંગમાં માઇનસ 6 ડિગ્રી સે. તાપમાન નોંધવામાં આવ્યું હતું. મનાલીમાં 2 ડિગ્રી અને શિમલામાં 6.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.Delhi Airport Official: 46 flights were diverted till midnight due to dense fog at Delhi Airport.
— ANI (@ANI) December 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)