31 માર્ચથી આ વાહનોને નહીં મળે પેટ્રોલ, ભાજપ શાસિત રાજ્ય રકારની મોટી જાહેરાત
15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ, પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં.

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજધાનીમાં 31 માર્ચ, 2025 થી 15 વર્ષથી જૂના પેટ્રોલ અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમો હેઠળ પ્રતિબંધિત વાહનોને જપ્ત કરીને સ્ક્રેપ કરવામાં આવશે.
દિલ્હીના પર્યાવરણ પ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ શનિવારે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપો પર 15 વર્ષથી વધુ જૂના વાહનોને પેટ્રોલ આપવામાં આવશે નહીં. આ નિર્ણય દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાના સરકારના પ્રયાસોનો ભાગ છે.
અધિકારીઓ સાથેની બેઠક બાદ સિરસાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર વાહનોના ઉત્સર્જન અને પ્રદૂષણને રોકવા માટે કડક પગલાં લઈ રહી છે. આ પગલાંમાં જૂના વાહનો પર પ્રતિબંધ, ફરજિયાત ધુમ્મસ વિરોધી ઉપાયો અને ઇલેક્ટ્રિક પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળવાનો સમાવેશ થાય છે.
સિરસાએ વધુમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પંપો પર એવા સ્માર્ટ ગેજેટ્સ સ્થાપિત કરવામાં આવશે જે 15 વર્ષથી વધુ જૂના વાહનોને ઓળખી શકશે અને તેમને ઇંધણ આપવાનું બંધ કરશે. દિલ્હી સરકાર આ નિર્ણય અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયને પણ જાણ કરશે.
જૂના વાહનોને બળતણ પુરવઠો મર્યાદિત કરવા ઉપરાંત, વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે દિલ્હીમાં તમામ બહુમાળી ઇમારતો, હોટેલો અને વ્યાપારી સંકુલોમાં એન્ટી સ્મોગ ગન લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. વધુમાં, દિલ્હીમાં ચાલતી લગભગ 90 ટકા CNG બસોને ડિસેમ્બર 2025 સુધીમાં તબક્કાવાર બંધ કરીને ઇલેક્ટ્રિક બસો દ્વારા બદલવામાં આવશે. આ પગલાં સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહન તરફ સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એટલું જ નહીં દિલ્હીના તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને હોટલોમાં સ્મોગ ગન લગાવવી ફરજિયાત રહેશે. દિલ્હીમાં ખાલી પડેલી જમીનમાં નવા જંગલો બનાવવામાં આવશે જેથી પ્રદુષણ ઘટાડી શકાય. અમે ક્લાઉડ સીડિંગ પર પણ સરકાર કામ શરૂ કરશે. જ્યારે દિલ્હીમાં પ્રદૂષણ સૌથી વધુ હોય ત્યારે ક્લાઉડ સીડિંગ દ્વારા પ્રદૂષણ ઘટાડી શકાય છે. દિલ્હીમાં બની રહેલી નવી હાઈરાઈઝ ઈમારત માટે પણ નવા નિયમો લાગુ થશે. સરકારના મંત્રીએ કહ્યું કે, અમારું એક જ ધ્યેય છે, જે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે તે ઉકેલ પણ આપશે. જ્યારે આપણે આપણા રાજ્યનું પ્રદૂષણ ઓછું કરીશું ત્યારે જ આપણે અન્ય રાજ્યો સાથે વાત કરી શકીશું. દિલ્હીનું પોતાનું પ્રદૂષણ પણ 50 ટકાથી વધુ છે. અમે અમારી ઓથોરિટીને કહ્યું છે કે સરકાર સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે.
આ પણ વાંચો....
કેન્દ્ર સરકારે ભાજપના 32 નેતાઓની સુરક્ષા પાછી ખેંચી: અમિત શાહના મંત્રાલયનો મોટો નિર્ણય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
