દિલ્હી હાઈકોર્ટ બાદ બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, કેમ્પસ કરાવવામાં આવ્યું ખાલી
Delhi High Court Threat: દિલ્હી હાઈકોર્ટને એક ધમકીભર્યો મેઈલ મળ્યો જેમાં ધમકી આપવામાં આવી હતી કે કોર્ટ પરિસરમાં બોમ્બ રાખવામાં આવ્યા છે, ત્યારબાદ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું.

Delhi High Court Threat: દિલ્હી હાઈકોર્ટ પછી, શુક્રવારે (૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫) બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે બંને હાઈકોર્ટમાં ખળભળાટ મચી ગયો છે. ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ, પોલીસને હાઈકોર્ટ પરિસર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
#WATCH | Delhi | President of the Delhi High Court Bar Association, Senior advocate N Hariharan says, "We ensured that all the lawyers, clients are out of the court...The operations are still on...It seems to be a hoax...We have been told that work will resume by 2.30 pm..." pic.twitter.com/1sxo5TZvev
— ANI (@ANI) September 12, 2025
દિલ્હી હાઈકોર્ટને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. આ મેઈલમાં લખ્યું હતું કે, 'પવિત્ર શુક્રવારના વિસ્ફોટો માટે પાકિસ્તાન-તમિલનાડુની મિલીભગત, જજ રૂમમાં ત્રણ બોમ્બ રાખવામાં આવ્યા છે, બપોરે ૨ વાગ્યા સુધીમાં ખાલી કરો.'
ધમકી બાદ હાઈકોર્ટ ખાલી કરાવવામાં આવ્યું હતું
આ ધમકી બાદ, ઉતાવળમાં પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને ન્યાયાધીશો તેમજ વકીલોએ પણ પરિસર છોડી દીધુ હતું. સુરક્ષા પ્રોટોકોલનો અમલ કરીને પોલીસે તમામ ન્યાયાધીશોને ચેમ્બરમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફ અને અન્ય લોકોને પણ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, દિલ્હી પોલીસે ધમકીભર્યા મેઈલને હોક્સ મેલ ગણાવ્યો છે. નવી દિલ્હીના ડીસીપીએ કહ્યું કે આ એક હોક્સ કોલ છે.
Bombay High Court has been vacated following a bomb scare shortly after Delhi High Court's premises was vacated for the same reason pic.twitter.com/SklfYDkpOU
— Bar and Bench (@barandbench) September 12, 2025
દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનના સેક્રેટરી વિક્રમ સિંહ પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'સુરક્ષા વ્યવસ્થા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. ઈમેલને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. હાલમાં ગભરાવાની કોઈ જરૂર નથી.'
બોમ્બે હાઈકોર્ટને ધમકીભર્યો મેઈલ મળ્યો છે
આ ઘટના પછી તરત જ બોમ્બે હાઈકોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને મુંબઈ પોલીસના એકમોને પરિસરમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોલીસે આસપાસના વિસ્તારોને પણ સીલ કરી દીધા છે.





















