શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીના દ્વારકામાં જમાતીઓ ક્વોરેન્ટાઈન સેન્ટર બહાર પેશાબ ભરેલી બોટલો ફેંકી, જાણો વિગતે
દ્વારકામાં ક્વોરન્ટીન સેન્ટરની બહાર જમાતીઓ દ્વારા પેશાબ ભરેલી બોટલો ફેંકવમાં આવી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. દિલ્હીમાં કોરોનાના કુલ 576 મામલા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 51 નવા પોઝિટિવ મામલા આવ્યા છે. 576માંથી 333 મામલા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. દિલ્હીમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 9 પર પહોંચી છે.
તબલીગી જમાતના લોકો પહેલાથી જ ચર્ચામાં છે. પહેલું કારણ કોરોના સંક્રમણ પ્રસારમાં તેમની ભૂમિકા અને બીજું કારણ ક્વોરન્ટાઇન સેન્ટર્સમાં તેઓ સતત અશોભનીય હરકતો કરી રહ્યા છે. તાજો મામલો દિલ્હીના દ્વારકાનો છે.
દ્વારકામાં ક્વોરન્ટીન સેન્ટરની બહાર જમાતીઓ દ્વારા પેશાબ ભરેલી બોટલો ફેંકવમાં આવી હતી. મંગળવારે સાંજે આ ઘટના બની હતી. જેનો એક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો હતો. જાણકારી મુજબ આ સેન્ટર્સમાં માત્ર જમાત સાથે સંકળાયેલા લોકોને જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion