Anil Baijal Resign: દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આપ્યું રાજીનામું
Anil Baijal Resign: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે અંગત કારણોસર પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યું છે.
Anil Baijal Resign: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે અંગત કારણોસર પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યું છે. પૂર્વ IAS અધિકારી બૈજલને 31 ડિસેમ્બર 2016ના રોજ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે નજીબ જંગનું સ્થાન લીધું હતું. બૈજલ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન મુખ્ય સચિવ હતા.
બૈજલનું રાજીનામું સ્વીકારાયા બાદ તરત જ સરકાર નવા લેફ્ટનન્ટ ગવર્નરની જાહેરાત કરી શકે છે. બૈજલે 31 ડિસેમ્બર 2021 ના રોજ તેમના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ કર્યા. તેમના પાંચ વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન ઘણી વખત દિલ્હીની કેજરીવાલ સરકાર સાથે તેમની ટક્કર થઈ હતી.
Delhi LG Anil Baijal resigns citing personal reasons. He has sent his resignation to the President: Sources
— ANI (@ANI) May 18, 2022
(file pic) pic.twitter.com/lmVxTdv8ZD
આ પણ વાંચોઃ
IPL 2022: ‘હીરોમાંથી ઝીરો’ કેવી રીતે બની ગઈ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ? જાણો ત્રણ મોટા કારણ