Cannes Film Festival 2022 : ‘મારી ઘુમર છે નખરાળી’ પર દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા નાચ્યા, જુઓ વીડિયો
Cannes 2022: 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન દરમિયાન ફોક સિંગર મામે ખાને મારી ઘુમર છે નખરાળી ગીત ગાયું હતું.
Cannes Film Festival 2022: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના નેતૃત્વમાં એક સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, અભિનેત્રી દીપિકા પાદુકોણ, તમન્ના ભાટિયા, અભિનેતા આર. માધવન, નવાઝુદ્દીન સિદ્દીકી, ફિલ્મ નિર્દેશક શેખર કપૂર, સંગીત ઉસ્તાદ એ.આર. રહેમાન અને ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે કાન્સમાં એક ઇન્ટરેક્ટિવ સેશનમાં હાજરી આપી હતી.
આ દરમિયાન અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે, આપણા દેશમાં ઘણી એવી વાર્તાઓ છે જે સ્થાનિક છે, પરંતુ તે વૈશ્વિક સ્તરે ઘણું કામ કરી શકે છે. અમારી પાસે દરેક જગ્યાએ વાર્તા છે. આવી ફિલ્મોને ભાગ્યે જ પ્રોત્સાહન મળે છે. મને આશા છે કે અનુરાગ ઠાકુર જી આવી ફિલ્મોને પ્રમોટ કરવામાં મદદ કરશે.
सूचना एवं प्रसारण मंत्री अनुराग ठाकुर, अभिनेत्री दीपिका पादुकोण, तमन्ना भाटिया, अभिनेता आर. माधवन, नवाजुद्दीन सिद्दीकी, फिल्म निर्देशक शेखर कपूर, संगीत उस्ताद ए.आर. रहमान और फ्रांस में भारत के राजदूत जावेद अशरफ ने कान्स में एक संवाद सत्र में हिस्सा लिया। #CannesFilmFestival pic.twitter.com/lsk2HS1m5Y
— ANI_HindiNews (@AHindinews) May 18, 2022
75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન દરમિયાન ફોક સિંગર મામે ખાને મારી ઘુમર છે નખરાળી ગીત ગાયું હતું જેના પર કલાકારો દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા અને પૂજા હેગડે નાચ્યા હતા.
#WATCH | Folk singer Mame Khan sings during the inauguration of India Pavilion at the 75th #CannesFilmFestival. Actors Deepika Padukone, Urvashi Rautela, Tamannaah Bhatia and Pooja Hegde dance as he sings. pic.twitter.com/gYSzIrkftn
— ANI (@ANI) May 18, 2022
આ પણ વાંચોઃ
IPL 2022: ‘હીરોમાંથી ઝીરો’ કેવી રીતે બની ગઈ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ? જાણો ત્રણ મોટા કારણ