IPL 2022: ‘હીરોમાંથી ઝીરો’ કેવી રીતે બની ગઈ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ? જાણો ત્રણ મોટા કારણ
Mumbai Indians: IPL 2022માં મુંબઈ ફ્લોપ સાબિત થયું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
IPL 2022, Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની શ્રેષ્ઠ ટીમોમાંની એક રહી છે. આ ટીમે 5 વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. પરંતુ IPL 2022માં મુંબઈ ફ્લોપ સાબિત થયું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેણે અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે માત્ર 3 મેચમાં જ જીત મેળવી છે. જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ આ સિઝનમાં ફ્લોપ રહ્યું, તેની પાછળ 3 મોટા કારણો છે.
મુંબઈ ઈન્ડિયન્સની નિષ્ફળતના કારણો
IPL 2022માં મુંબઈના મોટા ખેલાડીઓ કંઈ ખાસ કરી શક્યા નથી. રોહિત સહિત ઘણા એવા ખેલાડીઓ છે જે ટીમને મોટા સ્કોર સુધી લઈ જઈ શક્યા નથી અથવા જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શક્યા નથી. મુંબઈના ખરાબ પ્રદર્શન પાછળ ટીમના મોટા ખેલાડીઓનું ફ્લોપ પણ મહત્વનું કારણ છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 10 ખેલાડીઓની યાદી પર નજર નાખો તો હાલમાં આ યાદીમાં મુંબઈનો એક પણ ખેલાડી નથી.
મુંબઈની 13 મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો તિલક વર્મા ટોપ પર છે. તેણે 376 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન રોહિતે 13 મેચમાં માત્ર 266 રન બનાવ્યા છે. આ દરમિયાન તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. ટિમ ડેવિડે 7 મેચમાં 152 રન બનાવ્યા હતા. કિરન પોલાર્ડ 11 મેચમાં માત્ર 144 રન જ બનાવી શક્યો હતો. મુંબઈના મોટા ખેલાડીઓ આ સિઝનમાં પાછળ રહ્યા. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બહાર હતો. જોકે તેનું પ્રદર્શન સારું હતું.
મુંબઈની બેટિંગની સાથે બોલિંગ પણ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આઈપીએલ 2022માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 20 બોલરોની યાદી જોઈએ તો તેમાં મુંબઈનો એક પણ બોલર નથી. જસપ્રીત બુમરાહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 13 મેચમાં 12 વિકેટ ઝડપી છે. જ્યારે ડેનિયલ સેમસે 10 મેચમાં 12 વિકેટ લીધી છે. આ સિવાય અન્ય કોઈ બોલરનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું.
આ સિઝનમાં મુંબઈ માટે પ્લેઈંગ ઈલેવન એક મોટો પડકાર હતો. કેપ્ટન રોહિતની સાથે, મેનેજમેન્ટ અને કોચ પ્લેઈંગ ઈલેવનને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું જણાયું હતું. આ સિઝનમાં ટીમ પાસે ફિક્સ પ્લેઈંગ ઈલેવન નથી.