Delhi: EDની પૂછપરછમાં કેજરીવાલે કહ્યુ- 'આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો વિજય નાયર'
Delhi Liquor Policy Case: દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોમવાર (1 એપ્રિલ, 2024) ના રોજ ઇડીએ સૌરભ ભારદ્વાજ અને આતિશીનું નામ કોર્ટમાં લીધું હતું.
![Delhi: EDની પૂછપરછમાં કેજરીવાલે કહ્યુ- 'આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો વિજય નાયર' Delhi Liquor Policy Case: Arvind Kejriwal said Vijay Nair reported to Atishi Delhi: EDની પૂછપરછમાં કેજરીવાલે કહ્યુ- 'આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો વિજય નાયર'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/01/0d85c728e5a65a36a55931a391fcf01d171196254115274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Delhi Liquor Policy Case: દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોમવાર (1 એપ્રિલ, 2024) ના રોજ ઇડીએ સૌરભ ભારદ્વાજ અને આતિશીનું નામ કોર્ટમાં લીધું હતું. જ્યારે ઇડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશીનો ઉલ્લેખ કર્યો ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મૌન રહ્યા હતા.
#WATCH | On Delhi CM Arvind Kejriwal sent to judicial custody till April 15, AAP party legal head Sanjeev Nasiar says, "Arvind Kejriwal has been sent to judicial custody for 14 days. ED custody has ended now. Now we have the right to move the bail application...The government… pic.twitter.com/iSQOVa6d5J
— ANI (@ANI) April 1, 2024
ઇડી તરફથી કોર્ટમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) એસવી રાજૂએ દલીલ કરી હતી કે વિજય નાયર સીએમ કેજરીવાલની નજીકનો સાથી રહ્યો છે. કેજરીવાલે પૂછપરછ દરમિયાન અમને જણાવ્યું હતું કે નાયર તેને રિપોર્ટ કરતો ન હતો, તે આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો.
#WATCH | On Delhi CM Arvind Kejriwal sent to judicial custody till April 15, BJP MP Sudhanshu Trivedi says, "...Those who tried to portray the bogie of victimhood, I would like to underline that today's judgement of the court is based on concrete evidence for which neither we nor… pic.twitter.com/OAA2gv0HYC
— ANI (@ANI) April 1, 2024
સૌરભ ભારદ્વાજની કેવી પ્રતિક્રિયા હતી?
જ્યારે ED આતિશી અને સૌરભ ભારદ્વાજનો ઉલ્લેખ કરી રહી હતી ત્યારે ભારદ્વાજ કોર્ટ રૂમમાં હાજર હતા. નામ સાંભળીને સૌરભ ભારદ્વાજ ચોંકી ગયા હતા. ભારદ્વાજે તેમની સાથે ઉભેલા આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ તરફ જોયું હતું. દરમિયાન સુનીતા કેજરીવાલે પણ સૌરભ ભારદ્વાજ તરફ નજર કરી હતી.
આમ આદમી પાર્ટી (AAP)ના વડા કેજરીવાલને તેમની ED કસ્ટડીની મુદત પૂરી થયા બાદ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન EDએ કેજરીવાલની 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી અને કહ્યું કે તેઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. EDની અરજી પર કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કેન્દ્રિય તપાસ એજન્સીએ જ્યુડિશિયલ કસ્ટડી કોપીમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા છે.
EDએ શું કર્યો ખુલાસો?
-EDએ જ્યુડિશિયલ કસ્ટડીની માંગણીની કોપીમાં લખ્યું છે કે અરવિંદ કેજરીવાલે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો.
- વિજય નાયરે પોતે કહ્યું છે કે તેઓ કેબિનેટ મંત્રીના ઘરે રહીને એક્સાઈઝ પોલિસી બનાવતા હતા. તે સીએમ કેમ્પ ઓફિસમાંથી કામ કરતો હતો. આના પર કેજરીવાલ અસ્પષ્ટ જવાબ આપી રહ્યા છે કે તેમની પાસે કેમ્પ ઓફિસમાં કોણ કામ કરે છે તેની સીધી માહિતી નથી.
-વિજય નાયર AAP પાર્ટીનો સામાન્ય કાર્યકર ન હતો પરંતુ સમગ્ર મીડિયા કોમ્યુનિકેશન સેલના વડા હતો. કેજરીવાલને નાયરની ઘણી વોટ્સએપ ચેટ્સ મળી છે. આ દર્શાવે છે કે વિજય નાયર સીએમ કેજરીવાલના નજીકનો સાથી રહી ચૂક્યા છે.
- અરવિંદ કેજરીવાલને વિજય નાયરની અન્ય આરોપીઓ જેવા કે અભિષેક બોઈનપિલઈ, દિનેશ અરોરા અને અન્ય દારૂના વેપારીઓ સાથેની લગભગ 10 મીટિંગની વિગતો બતાવવામાં આવી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે વિજય નાયર આ દારૂના વેપારીઓ અને આરોપીઓ સાથે કોના ઇશારે અને સૂચના પર નવી દારૂની નીતિના અમલને લઈને બેઠક કરી રહ્યો હતો પરંતુ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને પણ આની જાણ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)