Amanatullah Khan Arrested: દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ઓખલાથી ધરપકડ કરી છે. સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.
![Amanatullah Khan Arrested: દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો Delhi Police arrests AAP MLA Amanatullah Khan Amanatullah Khan Arrested: દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/b0194ee07c64daa0686d833906107ac1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
DELHI : દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન (Amanatullah Khan) ની ઓખલાથી ધરપકડ કરી છે. સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે દિલ્હીની નાગરિક સંસ્થાઓએ વિવિધ વિસ્તારોમાં અતિક્રમણ વિરોધી અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન મદનપુર ખાદર વિસ્તારમાં ભારે વિરોધ થયો હતો. વિરોધ પ્રદર્શનમાં અમાનતુલ્લા ખાન પણ હાજર રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે મદનપુર ખાદર વિસ્તારમાં સ્થાનિક લોકોએ બુલડોઝરને રોકવાનો પ્રયાસ કર્યો અને સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો. આ સાથે સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે કાયદેસરના બાંધકામોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે.
આ પછી પોલીસે અમાનતુલ્લા ખાન સહિત અન્ય ઘણા લોકોને કસ્ટડીમાં લીધા હતા. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ અમાનતુલ્લા ખાને ટ્વીટ કર્યું હતું કે, "ભાજપની બુલડોઝર સિસ્ટમનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ ગેરબંધારણીય છે. અમે ભાજપની જનવિરોધી નીતિઓના વિરોધમાં છીએ, હું હંમેશા લોકોના હક્ક માટે અવાજ ઉઠાવીશ, ભલે આ માટે મારે કેટલી વાર જેલ જવું પડે.”
#WATCH AAP MLA Amanatullah Khan detained by Delhi police at Madanpur Khadar, where SDMC is conducting an anti-encroachment drive#Delhi pic.twitter.com/ZyKNeNPOg8
— ANI (@ANI) May 12, 2022
સોમવારે પણ શાહીન બાગમાં પ્રચાર દરમિયાન AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાને વિરોધ કર્યો હતો. અધિકારીઓના કામમાં ‘અવરોધ’ ઉભો કરવા બદલ તેમની સામે FIR નોંધવામાં આવી હતી.
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) એ મદનપુર ખાદર અને ધીરસેન માર્ગ પર ગેરકાયદેસર અને અસ્થાયી બાંધકામો દૂર કર્યા, જ્યારે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) એ રોહિણી અને કરોલ બાગ વિસ્તારોમાં કાર્યવાહી કરી. દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો - SDMC, NDMC અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન - ભાજપ શાસિત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)