શોધખોળ કરો
દિલ્હી ચૂંટણીઃ દિગ્ગજોના નામાંકન આજે, નવી દિલ્હીથી બેઠક પરથી ફોર્મ ભરશે સીએમ કેજરીવાલ
નામાંકન પહેલા સીએમ કેજરીવાલ વાલ્મિકી મંદિરમાંથી પૂજા અને રૉડ શૉ કરશે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને આજે દિલ્હીમાં મોટો દિવસ છે, રાજ્યમાં કેટલાક મોટા નેતાઓ આજે પોતાની ઉમેદવારી નોંધાવશે અને ઉમેદવારી ફોર્મ ભરશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી નામાંકન ભરવાના છે, તો વળી બીજેપી નેતા વિજેન્દ્ર ગુપ્તા રોહિણી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. આમ આદમીને છોડીને કોંગ્રેસમાં આવેલી અલકા લાંબા ચાંદની ચોક પરથી પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 14 જાન્યુઆરીથી શરૂ થઇ ચૂકી છે. 21 જાન્યુઆરી સુધી નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ છે. દિલ્હીની 70 સભ્યો વાળી વિધાનસભા માટે મતદાન 8મી ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 11 ફેબ્રુઆરીએ થવાની છે. નામાંકન પહેલા સીએમ કેજરીવાલ વાલ્મિકી મંદિરમાંથી પૂજા અને રૉડ શૉ કરશે, દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાએ 16 જાન્યુઆરીએ નામાંકન દાખલ કર્યુ હતુ. અરવિંદ કેજરીવાલ પોતાની સિવિલ લાઇન ઘરેથી લગભગ 10.30 વાગે ફોર્મ ભરવા માટે નીકળશે.
વધુ વાંચો





















