Rajendra Nagar Bypoll Result: રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પર AAPનો જલવો, દુર્ગેશ પાઠકે મેળવી જીત
દેશની રાજધાની દિલ્હીની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર જીત હાંસલ કરી છે.
![Rajendra Nagar Bypoll Result: રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પર AAPનો જલવો, દુર્ગેશ પાઠકે મેળવી જીત Delhi Rajinder Nagar Bypoll: AAP wins Rajinder Nagar bypoll by over 11,000 votes Rajendra Nagar Bypoll Result: રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પર AAPનો જલવો, દુર્ગેશ પાઠકે મેળવી જીત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/26/d99b34cabed89dca3ee9616edf4e45e0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajendra Nagar Bypoll Result: દેશની રાજધાની દિલ્હીની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર જીત હાંસલ કરી છે. રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આપ પાર્ટીએ 11 હજારથી વધુ મતોના માર્જિનથી જીત નોંધાવી છે. પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠકે 11 હજાર 555 મતથી જીત મેળવી છે. નોંધનીય છે કે રાજેન્દ્ર નગર વિધાનસભા સીટથી ધારાસભ્ય રહેલા રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ચૂંટાયા બાદ રાજીનામું આપી દીધું હતું. આ ખાલી પડેલી સીટ પર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો.
I thank all the constituents of Rajinder Nagar assembly constituency for once again showering their love and blessing on AAP.
— Raghav Chadha (@raghav_chadha) June 26, 2022
Today’s by poll victory is an affirmation of ‘Kejriwal Model of Governance.’
Best wishes to my brother Durgesh Pathak, as I pass on the baton to him. pic.twitter.com/epUYFutbi7
પ્રારંભિક મતગણતરીમાં ભાજપ આમ આદમી પાર્ટીને ટક્કર આપી રહ્યો હતો પરંતુ ચાર રાઉન્ડ બાદ આમ આદમી પાર્ટીએ લીડ મેળવી લીધી હતી, જે બાદ હવે દુર્ગેશ પાઠકનો વિજય થયો હતો. રાઘવ ચઢ્ઢાએ દુર્ગેશ પાઠકની જીત પર ટ્વીટ કરીને કહ્યું, 'હું રાજેન્દ્ર નગર વિધાનસભા ક્ષેત્રના તમામ લોકોનો આભાર માનું છું. આજની પેટાચૂંટણીની જીત 'કેજરીવાલ મોડલ ઑફ ગવર્નન્સ'ની પુષ્ટિ છે. મારા ભાઈ દુર્ગેશ પાઠકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Delhi | This is CM Kejriwal's victory, it's victory of works done by AAP. BJP had no agenda here, had lost the election on day 1. They will lose in every election incl upcoming Nagar Nigam elections here: Durgesh Pathak, AAP candidate for Rajinder Nagar by-poll after his win pic.twitter.com/AsZDtLM6tF
— ANI (@ANI) June 26, 2022
અરવિંદ કેજરીવાલે એડીચોટીનું જોર લગાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢાની આ સીટ પર 23 જૂને પેટાચૂંટણી યોજાઈ હતી. માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સીટ જીતવા માટે પૂરા પ્રયાસ કર્યા હતા. કેજરીવાલ પોતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. અરવિંદ કેજરીવાલે લગભગ 3 દિવસ સુધી રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ માટે પ્રચાર કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)