શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ દિલ્હીમાં પ્રથમ વખત એક જ દિવસમાં 8000થી વધારે કેસ આવ્યા, 85 લોકોના થયા મોત
દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,59,975 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે અને તેમાંથી 4,10,118 લોકો ઠીક થયા છે.
નવી દિલ્હીઃ તહેવારની સીઝનમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના કેસની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો છે. બુધવારે પ્રથમ વખત એવું થયું કે 24 કલાકમાં 8000થી વધારે કોરોનાના કેસ સામે આવ્યા.
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, 24 કલાકમાં 8593 લોકોન કોરોનાથી સંક્રમિત થયા અને 85 લોકોના મોત થયા છે. આટલા જ સમયમાં 7264 લોકો રિકવર થયા છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,59,975 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે અને તેમાંથી 4,10,118 લોકો ઠીક થયા છે. 7228 લોકોના મોત થાય છે. હાલમાં 42,629 લોકોની સારવાર ચાલી રહી છે.
મંગળવારે કોરોનના 7830 નવા કેસ સામે આવ્યા હતા અને 83 લોકોના મોત થયા હતા. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આજે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાનો પ્રસાર ત્રીજા તબક્કામાં એટલે કે પીક પર છે પરંતુ તે થોડા દિવસમાં ઘટી જશે.
જૈનનું કહેવું છે કે, રાજધાની દિલ્હીમાં 16 સપ્ટેમ્બરની આસપાસ જ્યારે કોરોના પીક પર હતો અને જ્યારે એક દિવસમાં 4000થી વધારે નવા કેસ સામે આવી રહ્યા હતા ત્યારે ટેસ્ટની સંખ્યાની તુલનામાં દિલ્હી સરકારે પ્રતિદિવસ ટેસ્ટની સંખ્યમાં અંદાજે ત્રણગણો વધારો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion