શોધખોળ કરો
Advertisement
Delhi Unlock 7 Guidelines: દિલ્લીમાં અનલોક-7માં શું રહેશે ખુલ્લુ અને શું રહશે બંધ, જાણો
દિલ્લીમાં અનલોક-7માં કોઇ પણ પ્રકારના ટ્રેનિંગની છૂટ અપાઇ છે. જેમાં દિલ્લી પોલીસ, આર્મી, જેમાં કોઇ સંસ્થાનની સ્કિલ ટ્રેનિંગ, કર્મચારી અને સ્કૂલ કોલેજ સાથે જોડાયેલી ટ્રેનિંગ સામેલ છે.
નવી દિલ્લી: કોરોનાના કેસ ઓછા થતાં દિલ્લીમાં અનલોકનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) અનલોક-7ને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ વખતે એજ્યુકેશનલ અને ઇન્સ્ટૂચ્યૂશનલ ટ્રેનિંગને ધ્યાનમાં રાખીને રાહત અપાઇ છે. જો કે લાંબા સમયથી સિનેમા હોલ, થિયેટર, અને મલ્ટીપ્લેક્સ ખોલવાની માંગણી કરતા વ્યવસાયીઓને રાહત નથી મળી.
અનલોક-7માં દિલ્લીમાં શું છૂટછાટ અપાઇ
- કોઇપણ પ્રકારની ટ્રેનિગ જેમકે દિલ્લી પોલીસ, આર્મી, જેમાં કોઇ સંસ્થાનની સ્કિલ ટ્રેનિંગ, કર્મચારી અને સ્કૂલ કોલેજ સાથે જોડાયેલી ટ્રેનિંગને છૂટ અપાઇ છે. આ ટ્રેનિગ માટે (DDMA)ની મંજૂરી નહીં લેવી પડે.
- એકેડમિક ગેધરિંગની મંજુરી અપાઇ છે, જેમકે સ્કૂલ, કોલેજમાં કોઇ એકેડેમિક કાર્યક્રમ, લેક્ચર કે કોઇ અન્ય શૈક્ષણિક પ્રોગ્રામની અનુમતિ અપાઇ છે.
- આ સાથે સ્કૂલ અથવા શૈક્ષણિક સંસ્થાનમાં ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલની શૈક્ષણિક ટ્રેનિંગ અને મિટિગ માટે 50 ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજૂરી અપાઇ છે.
- આ આદેશ 12 જુલાઇ સવારે 5 વાગ્યાથી 26 જુલાઇ 5વાગ્યા સુધી ચાલુ રહેશે.
અનલોક-7માં શું બંધ રહેશે
- સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટ બંધ રહેશે
- બધા જ સામાજિક, રાજનૈતિક, સ્પોર્ટસ, ઇન્ટરટેઇનમેન્ટ, સાસ્કૃતિક, ફેસ્ટિવલ,સબંધિત આયોજન પર પ્રતિબંધ
- સ્વિમિંગ પુલ બંધ રહેશે.
- સિનેમા ઘર, થિયેટર, મલ્ટીપ્લેક્સ બંધ રહેશે
- ઓડિટોરિમ, એસેમબ્લી હોલ 50 ટકાની સીટિંગ ક્ષમતા સિવાય બંધ રહેશે
- બિઝનેસ ટૂ બિઝનેસ એક્ઝિબિશન બંધ રહેશે
- સ્પા બંધ રહેશે
- દિલ્લીમાં શું ખૂલ્લુ રહેશે
પ્રાઇવેટ ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે - બધી જ દુકાનો સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી રખાશે
- બધા જ માર્કેટ, મોલ્સ પણ સાંજે 8 સુધી ખુલ્લા રહેશે.
- રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહેશે
- સાપ્તાહિક બજાર ખોલવાની પણ મળી મંજૂરી
- જિમ 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રહેશે
- દિલ્લી મેટ્રો 50 ટકા ક્ષમતા સાથે દોડશે
- ઓટો રિક્ષા, કેબની સેવાને મળી મંજૂરી
- ધાર્મિક સંસ્થાન ખુલ્લા રહેશે, દર્શનાર્થીને પ્રવેશને મંજૂરી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement