શોધખોળ કરો
Advertisement
IB કર્મચારી અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, ચાકૂ મારી ક્રુરતાથી કરવામાં આવી હતી હત્યા
અંકિત શર્માનાં પરિવારે તાહિર હુસૈનને મોતનો જવાબદાર ઠેરવ્યો છે. પરિવારનાં જણાવ્યા પ્રમાણે અચનાક બહારથી પડોશમાં રહેનારા એક પરિવારે મદદ માટે બૂમો પાડી તો અંકિત મદદ માટે બહાર આવ્યા હતા.
નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં માર્યા ગયેલા IBના કર્મચારી અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અંકિત શર્માના શરીર પર છરીના નિશાન હોવાનો ખુલાસો થયો છે. અંકિતના પેટ અને છાતીમાં ચાકૂના નિશાન મળ્યા છે. આખા શરીર પર છરીના અનેક નિશાન છે. તેની હત્યા ક્રુરતાથી કરવામાં આવી હતી. અંકિત શર્માની હત્યાનો આરોપ આમ આદમી પાર્ટીના પાર્ષદ તાહિર હુસૈન પર છે. ગુરૂવારે તેના વિરૂદ્ધ હત્યા, આગચંપી અને હિંસા ફેલાવવાનો કેસ પણ દાખલ થયો.
અંકિત શર્માનાં પરિવારે તાહિર હુસૈનને મોતનો જવાબદાર ઠેરવ્યો છે. પરિવારનાં જણાવ્યા પ્રમાણે અચનાક બહારથી પડોશમાં રહેનારા એક પરિવારે મદદ માટે બૂમો પાડી તો અંકિત મદદ માટે બહાર આવ્યા હતા. અંકિતનાં માતાએ તેમને રોક્યા પરંતુ તેમણે માનું સાંભળ્યું નહીં. અંકિત એ સમયે ઘરની બહાર નીકળ્યા પછી પરત ના ફર્યા, પરત આવી તો ફક્ત તેમની લાશ. તેમની લાશ પણ પાસેની ગટરમાંથી મળી. તો તાહિર હુસૈનનું કહેવું છે કે અંકિતનાં મોતથી તે દુ:ખી છે.
આ મામલે આરોપી તાહિર હુસેન વિરૂદ્ધ ગુરૂવારે હત્યા, આગચંપી અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ થયો. કેસ દયાલપુર સ્ટેશનમાં દાખલ થયો. ત્યારે આમ આદમી પાર્ટીના તાહિર હુસેન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરતા તાહિર હુસેનના ખજૂરી વિસ્તારમાં આવેલ ઘરને સીલ લગાવી દીધું છે. તાહિર હુસેનના ઘરના ધાબા પરથી પથ્થર અને પેટ્રોલ બોમ્બ મળ્યા હતા. આરોપ છે કે અહીંથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
તપાસમાં તાહિરનાં ઘરેથી પેટ્રોલ બોમ્બ, ગોફણ અને પથ્થર મળ્યા છે. જો કે તાહિરનો દાવો છે કે કેટલાક લોકો જબરદસ્તીથી તેના ઘરે આવ્યા હતા. આવામાં તોફાનોમાં સામેલ હોવાની શંકામાં ખજૂરી ખાસ વિસ્તારમાં તાહિરની ફેક્ટરી પોલીસે સીલ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement