શોધખોળ કરો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે. દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન આરોગ્ય વિભાગના રૂ. 3,200 કરોડના કામને મોકૂફ રાખ્યું છે. તાનાજી સાવંત પર કોઈપણ કામના અનુભવ વિના કંપનીને યાંત્રિક સફાઈનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન કથિત ગેરરીતિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શિંદે સરકારના ઘણા નિર્ણયો મોકૂફ રાખવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક રદ પણ કરવામાં આવ્યા હતા. તાનાજી સાવંત શિંદે સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન અધિકારીઓની બદલી અને એમ્બ્યુલન્સની ખરીદી સહિતના હજારો કરોડ રૂપિયાના કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે.

સફાઈની કામગીરી આઉટસોર્સ કરવામાં આવી રહી હતી

આરોગ્ય વિભાગ હેઠળની તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોની સફાઈ કાર્યને આઉટસોર્સ કરવા સંમત થયા હતા. આ માટે 30 ઓગસ્ટ 2024ના રોજ પુણેની એક ખાનગી કંપનીને વાર્ષિક 638 કરોડ રૂપિયા અને 3 વર્ષ માટે કુલ 3,190 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ નિર્ણય અંગે પહેલેથી જ નારાજગી ચાલી રહી છે ?

સીએમ ફડણવીસે ઓએસડી અને મંત્રીઓના ખાનગી સચિવના મામલે પણ કડક વલણ અપનાવ્યું છે. ઓએસડી અને મંત્રીઓના સચિવની નિમણૂક માટે 125 નામ મોકલવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ 109 નામોને મંજૂરી આપી છે જ્યારે 16 નામો રોકી રાખ્યા છે. 

આ નામોમાં કેટલાક નામ એવા છે જેમના સૂચનો એકનાથ શિંદેની શિવસેનાએ પણ આપ્યા હતા. આ નિર્ણયની ઉદ્ધવ ઠાકરે જૂથે પણ પ્રશંસા કરી હતી. શિવસેના યુબીટીએ કહ્યું હતું કે ફડણવીસ રાજ્યના શાસનમાં શિસ્ત લાવવા માટે મજબૂત પગલાં લઈ રહ્યા છે. સીએમ ફડણવીસે ભ્રષ્ટાચારની ગટરની સફાઈ શરૂ કરી દીધી છે. 

મહારાષ્ટ્રનું રાજકારણ રસપ્રદ બન્યું

વાસ્તવમાં મહારાષ્ટ્રની રાજનીતિ 2019 પછી રોમાંચક મોડ પર જઈ રહી છે. 2019 પછી મહારાષ્ટ્રમાં શું થશે તે કહી શકતા નથી. આવી સ્થિતિમાં 2024માં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી.  અજિત પવારના પ્રવક્તા શિંદેના મંત્રીઓ પર નારાજ છે.

વિરોધીઓનું કહેવું છે કે અજિત પવારની પાર્ટી શિંદેના પીએસ અને ઓએસડી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ અજિત પવારના મંત્રીઓ ધનંજય મુંડે અને માણિક રાવ કોકાટેના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મંત્રીઓના પીએસ અને ઓએસડીને લઈને એકનાથ શિંદેને ચેકમેટ આપવા અંગે ચર્ચા ચાલી રહી છે.

શિંદે નારાજ, ઉદ્ધવ ઠાકરેએ કર્યા CM ફડણવીસના વખાણ, મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Embed widget