Air Asiaને પાઇલટોની ટ્રેનિંગમાં ગંભીર ભૂલ ભારે પડી, DGCAએ ફટકાર્યો 20 લાખ રૂપિયાનો દંડ
સિવિલ એવિએશનના જરૂરી નિયમો અનુસાર કામ નહી કરવા પર કાર્યવાહી કરાઇ હતી
નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન એર એશિયા પર નાગરિક ઉડ્ડયનના જરૂરી નિયમોનું પાલન ન કરવા બદલ 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાગરિક ઉડ્ડયનની નિયમનકારી સંસ્થા ડીજીસીએએ જણાવ્યું હતું કે પાઇલટ્સના કૌશલ્યની ટ્રેનિંગ દરમિયાન એર એશિયાના પાઇલટ્સ દ્વારા સમયપત્રક મુજબ કેટલીક એક્સરસાઇઝ કરવામાં આવી ન હતી. રેગ્યુલેટરી બોડી ડીજીસીએએ જણાવ્યું હતું કે એરએશિયાના આઠ નિયુક્ત એક્ઝામિનર્સ પર તેમના કામમાં બેદરકારી બદલ 3 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયનના જરૂરી નિયમો અનુસાર કામ ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
DGCA imposes financial penalty on Air Asia for violation of Civil Aviation Requirements
— ANI Digital (@ani_digital) February 11, 2023
Read @ANI Story | https://t.co/267RB3pgPh#DGCA #AirAsia #penalty pic.twitter.com/oFNIdjs7my
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે એરએશિયા (ઈન્ડિયા) લિમિટેડે પાઇલટોની નિપુણતાના પરીક્ષણ દરમિયાન બેદરકારી દાખવી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર તેમને પૂર્ણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના કારણે ડીજીસીએના નિયમોનું ઉલ્લંઘન થયું છે. DGCA નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ એરલાઇન એર એશિયાના ટ્રેનિંગ વડાને ત્રણ મહિના માટે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય આઠ નામાંકિત પરીક્ષાર્થીઓ પર પ્રત્યેકને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સંબંધિત મેનેજર, પ્રશિક્ષણ વડા અને એરએશિયાના તમામ નિયુક્ત પરીક્ષકોને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી કે શા માટે તેમની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળતા બદલ તેમની સામે પગલાં લેવામાં ન આવે. તેમના લેખિત જવાબોની ચકાસણી કરવામાં આવી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકારની ભૂલ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. મુસાફરોને સુરક્ષિત મુસાફરી કરાવવાની જવાબદારી પાઇયલટના ખભા પર છે. જો તેમની તાલીમમાં કોઈ ક્ષતિ થાય તો મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેને જોતા DGCAએ એર એશિયા સામે આ કડક પગલું ભર્યું છે.
TAPAS Drone: એક જ ઝાટકે કરશે દુશ્મનનો ખાત્મો, ભારતનું પ્રથમ સ્વદેશી ડ્રોન ‘તપસ’ રાખશે બધા પર નજર, આવતા અઠવાડિયે ભરશે ઉડાન
UAV Drone Tapas BH 201: ભારતમાં બનેલું પહેલું સ્વદેશી અદ્યતન રિકોનિસન્સ ડ્રોન એટલે કે માનવરહિત વાહન (UAV) આવતા અઠવાડિયે લોકોની સામે ઉડતું જોવા મળશે. આવતા અઠવાડિયે બેંગલુરુમાં યોજાનારા એરો ઈન્ડિયા શોમાં તપસ ડ્રોન (તપસ BH-201) સૌની સામે પ્રથમ વખત ઉડતું બતાવવામાં આવશે.
એરો ઈન્ડિયા શોમાં DRDOનું તપસ ડ્રોન તેમજ 180 થી વધુ વિમાન ઉડશે. મળતી માહિતી મુજબ, આ એરો શોમાં તપસ-બીએચ પોતાના ગુણો બતાવશે. તપસ ઉપરાંત અન્ય સ્વદેશી લડાયક ડ્રોન ઘટક પણ આ વર્ષે જૂન-જુલાઈમાં તેની પ્રથમ ઉડાન ભરવા માટે તૈયાર છે.
તપસ ડ્રોનની વિશેષતાઓ શું છે?
તપસ (TAPAS)નું પૂરું નામ ટેક્ટિકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરિયલ સર્વેલન્સ બિયોન્ડ હોરાઇઝન છે (Tactical Airborne Platform for Aerial Surveillance-Beyond Horizon). ડીઆરડીઓએ જ તે બનાવ્યું છે