કોરોના પોઝિટિવ દર્દીને પહેલા દિવસથી જ આ દવા આપવાથી થઇ જાય છે ન્યૂમોનિયા, જાણો ડોક્ટર ગુલેરિયા શું આપી સલાહ
કોરોના દર્દીને પહેલા દિવસથી સ્ટીરોઇડ આપવાથી શું નુકસાન થઇ શકે છે, દર્દીને કેટલા દિવસ બાદ અને કઇ સ્થિતિમાં સ્ટીરોઇડ આપવાની એક્સપર્ટ સલાહ આપે છે. જાણીએ
Cornavirus:કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઇ રહી છે. રોજ 3 લાખથી વધુ નવા કેસ માત્ર 24 કલાકમાં સામે આવી રહ્યાં છે. તો હજારોની સંખ્યામાં લોકો જીવ ગૂમાવી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોનાને હરાવા માટે અપાતી સ્ટીરોઇડ દર્દીને ક્યારે આપવી જોઇએ અને ક્યારે ન આપવી જોઇએ. તે સમજવું જરૂરી છે.
કોવિડ -19ના દર્દીની ગંભીર સ્થિતિમાં તેને સ્ટીરોઇડ આપવાની ફરજ પડે છે. જો કે આ જ ટેબલેટને શરૂઆતના સાત દિવસમાં જ શરૂ કરી દેવામાં આવે તો તેનું નુકસાન દર્દીને સહન કરવું પડે છે. દિલ્લી એમ્સના ડાયરેક્ટ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, જો કોવિડના પેશન્ટને પહેલા દિવસથી જ સ્ટીરોઇડ આપવામાં આવે તો વાયરસ રિપ્લીકેટ થાય છે અને તેના કારણે દર્દીની સ્થિતિ ગંભીર થાય છે અને તેને ન્યુમોનિયા થઇ જાય છે. તો એકસ્પર્ટના મત મુજબ સ્ટીરોઇડ દર્દીને પહેલા દિવસથી જ આપવાની જરૂર નથી.
દિલ્લી એમ્સના ડાયરેક્ટ રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે. કોવિડના દર્દીને શરૂઆતના સાત દિવસમાં જ જો સ્ટીરોઇડ આપવામાં આવે તો તેનાથી દર્દીની ઇમ્યૂનિટી ડાઉન થાય છે અને આ સ્થિતિમાં વાયરસનું ઇન્ફેકશન વધી જાય છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, જેમને કોઇ લક્ષણો નથી તેવા દર્દીને કોઇપણ દવા આપવાની જરૂર નથી. સ્ટીરોઇડનો ઉપયોગ શક્ય તેટલો ટાળવો જોઇએ.
દેશમાં હાલ કોરોનાની શું છે સ્થિતિ
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની 5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.