શોધખોળ કરો

દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીની સાથે કાશ્મીરના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નવી દિલ્હી:  દિલ્હી-એનસીઆર વિસ્તારમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીની સાથે કાશ્મીરના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વધુમાં, પંજાબના પઠાણકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલો અનુસાર, શુક્રવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાનું માનવામાં આવે છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી.

દિલ્હી-એનસીઆર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભૂકંપના કારણે લોકોને તેમના ઘરો અને ઓફિસો છોડીને ભાગવાની ફરજ પડી હતી.

અહેવાલો અનુસાર, ભૂકંપ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 હતી. તીવ્ર ભૂકંપના આંચકાએ દિલ્હી, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર સહિત ઘણા વિસ્તારો હચમચી ઉઠ્યા હતા.  ઉધમપુર, પૂંછ અને કાશ્મીર ખીણના ઘણા વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. આ આંચકા ફક્ત થોડીક સેકન્ડના હતા, પરંતુ તેમની તીવ્રતા એટલી હતી કે લોકો ગભરાઈ ગયા અને સલામતી માટે સુરક્ષિત સ્થળ તરફ ભાગ્યા. 

દિલ્હી-એનસીઆરમાં ઘણી ઊંચી ઇમારતોના રહેવાસીઓએ ભૂકંપના આંચકા સ્પષ્ટપણે અનુભવ્યા. ઓફિસો અને ઘરોમાં રહેલા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા. કેટલાક વિસ્તારોમાં લોકો બગીચા અને ખુલ્લા મેદાનોમાં ભેગા થયા. હાલમાં, કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી કે ગભરાશો નહીં અને  કોઈપણ અફવાઓ પર ધ્યાન આપશો નહીં. 

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો
  
ભૂકંપ આવે ત્યારે જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ. મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો. ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો. ઘરના કોઈ ખૂણામાં જતા રહો. કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો. પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો. આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો. લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે. નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો. ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો. આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget